September 22, 2026
ગુજરાત

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

સારદાબેન હોસ્પિટલમાં ભોજનની અંદર ગરોળી નિકળવા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે સીસીટીવી ફૂટેજ થકી તપાસ કરવામાં આવશે. ક્યાં અને કેવી રીતે બેદરકારી રહી ગઈ તે બાબતે તપાસ  કરવામાં આવશે.

સર્જિકલ વિભાગની અંદર સારવાર લઈ રહેલા દર્દીને ભોજન અપાયું હતું. ત્યારે આ ભોજનમાં મરેલી ગરોળી મળી આવી હતી ત્યારે આ મામલો ગરમાયો હતો. આ પ્રકારે ભોજનમાં ગરોળી આવતા જ લોકોની હેલ્થ સાથે ચેડા થાય છે.

પેશન્ટ્સની દરેક પ્રકારની દરકરાર નાદુરસ્ત સમયે રાખી દર્દી દ્વારા મંગાવવામાં આવતું યોગ્ય ફૂડ મળી રહે તેવી જવાબદારી હોસ્પિટલ તંત્રની હોય છે. ત્યારે ભોજનમાં જ આ પ્રકારે મરેલી ગરોળી નિકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ત્યારે અગાઉ થોડા દિવસ પહેલા બનેલી ઘટનાની તપાસ પણ ધીમી ગતિએ થઈ રહી છે. તેવામાં હવે કોર્પોરેશને આ તપાસ તેજ કરી છે. જે માટે સીસીટીવી ભોજનમાં મરેલી ગરોળી કેવી રીતે આવી તે મામલે મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોર્પોરેશન દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને જલદીથી જ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.

Related posts

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો લૉન ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન

Ahmedabad Samay

નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો,ચુકાદો સાંભળતાજ “જય શ્રી રામ” ના નારાથી ગુંજી ઉઠ્યું કોર્ટ પરિસર

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો