પીએમ મોદીની સાથે મુલાકાત કર્યા બાદ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કએ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સસ્તી ટેસ્લા ટેસ્લા કાર બનાવશે, જે ભારતીય બજાર માટે પરફેક્ટ સાબિત થશે. તેમના નિવેદનની અસર ગઈકાલે કંપનીના શેર પર જોવા મળી હતી અને ગુરુવારે એક જ ઝાટકે એલન મસ્કની સંપત્તિમાં 20.3 અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો. નેટવર્થમાં $234.4 બિલિયનનો આ ઘટાડો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં અત્યાર સુધીનો સાતમો સૌથી મોટો ઘટાડો છે. આ સિવાય આ વિશ્વના બે સૌથી વધુ ધનિકો એલન મસ્ક અને બર્નાર્ડ આર્નોલ્ટ વચ્ચેની સંપત્તિના અંતરને વધુ ઓછું કરે છે.
બે ડગલાં પાછળ છે દુનિયાના બીજા ધનિક વ્યક્તિ
જો કે, સંપત્તિમાં અઘટાડો થયા પછી પણ એલન મસ્કની સંપત્તિ આર્નોલ્ટ બર્નાર્ડ કરતાં લગભગ $33 બિલિયન વધુ છે. આર્નોલ્ટ બર્નાર્ડ લક્ઝરી ગુડ્સ કંપની LVMH ના પ્રમુખ છે. આ પહેલા જૂનની શરૂઆતમાં, પેરિસ ટ્રેડિંગમાં LVMH શેરમાં 2.6 ટકા ઘટાડો આવ્યો, એ પછી એલન મસ્ક બર્નાર્ડને પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. એલન મસ્ક અને આર્નોલ્ટ બર્નાર્ડ આ વર્ષે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોચના સ્થાન માટે સખત હરીફાઈ કરી રહ્યા છે.
આ અબજોપતિઓની પણ સંપત્તિ ઘટી ગઈ
દરમિયાન, એલન મસ્ક એવા એક માત્ર અમેરિકન ટેક અબજોપતિ ન હતા કે જેમનો ખરાબ દિવસ રહ્યો હોય. Amazon.comના જેફ બેઝોસ, ઓરેકલ કોર્પોરેશનના લેરી એલિસન, માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ બાલ્મર, મેટા પ્લેટફોર્મ્સ ઈન્કના માર્ક ઝુકરબર્ગ અને આલ્ફાબેટ ઈન્કના સહ-સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિનની કુલ સંપતિમાં $20.8 બિલિયનનો ઘટાડો થયો છે, કારણ કે ટેક-હેવી નેસ્ડેક 100માં 2.3 ટકાનો ઘટાડો થયો છે. ન્યૂયોર્કમાં ઓસ્ટિન સ્થિત ટેસ્લાનો શેર 9.7% ઘટીને $262.90 પર આવી ગયો જે આના પછી સૌથી વધુ છે.