August 14, 2026
અપરાધ

અમદાવાદ – સરખેજ ગાંધીનગર હાઈવે પર 7 મહિનામાં 45 અકસ્માતો થયા, 23ના મોત

અમદાવાદમાં એસજી હાઈવે પર અકસ્માતનો સીલસીલો સતત સામે આવી રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં જ અકસ્માતના કારણે એસજી હાઈવે પર 23 લોકો મોતને ભેટ્યા છે જેમાં તાજેતરમાં જ તથ્ય પટેલે કરેલા અકસ્માતની ઘટના પણ સામેલ છે જેમાં એક સાથે 9 લોકોના મોત નિપજ્યા છે.

એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માતનો સીલસીલો જારી રહેતા આ રોડ લોકો માટે પણ ડેન્જર બની રહ્યો છે. મોત સવારી સમાન આ રોડ પર વાહન ચાલકોની બેદરકારી પણ જવાબદાર હોય છે. 2023ના છેલ્લા 7 મહિનાના આંકડાઓ પ્રમાણે 23 લોકોના મોત થયા જ્યારે બાકીના લોકો ઘાયલ થયા જેમાં ગભીર રીતે ઘાયલ થવાના પણ બનાવો સામે આવ્યા છે.

ઈસ્કોન સર્કલ પાસે 10ના મોત
2017થી 2021 સુધીમાં 28 લોકોના અકસ્માતો માત્ર ઈસ્કોન સર્કલ પર જ થયા છે. જેમાંથી 10 લોકોના મોત નિપજ્યા છે. ઈસ્કોન પાસેના અકસ્માતો લોકો માટે ઘાતકી બની રહ્યા છે.

સમગ્ર અમદાવાદના અકસ્માતોની વાત કરવામાં આવે  તો આ વર્ષમાં જૂન મહિના સુધીમાં 237 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ આંકડો ખૂબ ચિંતાજનક છે. આ આંકડાઓ બાદ ચોક્કસથી અનુમાન લગાવી શકાય છે કે, અમદાવાદમાં વાહનો ચલાવવા કેટલું મુશ્કેલ છે.

Related posts

ગાયનેકોલોજી વોર્ડમાં મહિલાઓના ખાનગી વીડિયો ચોરી લીધા અને વીડિયો વિદેશી પોર્નોગ્રાફિક નેટવર્કને વેચી દીધા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

પતિ સાથે વારંવાર થતાં ઝગડાથી કંટાળી પત્નિએ સિંદૂર પી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

પ્રાંતિજ ના આમોદરા ખાતે મહિલા તલાટી તથા મહિલા સરપંચ ના પતિ ૩૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

Ahmedabad Samay

મોરબીમાં જૂની અદાવતમાં મહિલાએ એડવોકેટ સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી

Ahmedabad Samay

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો