November 7, 2026
ગુજરાત

પોતાના સીએમઓ ઓફિસર કહી મિત્રને છોડાવવા માગતા નકલી ઓફિસરને પોલીસે અમદાવાદથી ઝડપ્યો

ગુજરાતમાં નકલી અધિકારી બનવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે રાજ્યના એક જિલ્લાના એસપીને વોટ્સએપ પર ફોન કર્યો અને પોતાની ઓળખ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે આપી. પોલીસ અધિક્ષકને શંકા જતાં તેમણે યુવકનો કોલ બંધ કરીને નંબર ચેક કર્યો તો ખબર પડી કે જે નંબર પરથી કોલ આવ્યો હતો તે નંબર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંબંધિત કોઈ અધિકારીનો નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી યુવકની ધરપકડ કરી હતી. યુવકે સાયબર ક્રાઈમના આરોપીને છોડાવવા માટે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષકને વોટ્સએપ કોલ કર્યો હતો.

વોટ્સએપમાં યુવકે પોતાને CMOમાં ઓફિસર ગણાવ્યો હતો. તેથી જ આ સમગ્ર મામલાની સંવેદનશીલતા સાથે તપાસ કરવામાં આવી હતી. કોલ દરમિયાન, પટેલે વરિષ્ઠ પોલીસ અધિકારીને અમીર અસલમની મુક્તિ માટે વિનંતી કરી. છેવટે યુવક અમદાવાદમાં પકડાતા તેને અમદાવાદથી જામનગર લાવવામાં આવ્યો છે. ફોન નંબર પરથી એકત્ર કરાયેલા પુરાવાને કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જામનગર પોલીસ મુજબ  પોતાને મુખ્યમંત્રી કાર્યાલયનો અધિકારી ગણાવતા તેના મિત્રને છોડાવવા માટે ફોન કરીને કહ્યું હતું. વોટ્સએપ કોલમાં યુવકે પોલીસ અધિકારીને આરોપીને છોડવા જણાવ્યું હતું. જ્યારે એસપીને શંકા ગઈ તો તેમણે નંબર તપાસ્યો અને જાણવા મળ્યું કે તે સીએમઓનો નંબર નથી. આ પછી જામનગર પોલીસ સક્રિય બની હતી અને જે નંબર પરથી કોલ આવ્યો હતો. તેના આધારે ફોન કરનારની ધરપકડ કરવા ટીમ બનાવવામાં આવી હતી. 10 ઓગસ્ટના કોલના થોડા કલાકો બાદ યુવક અમદાવાદમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. યુવકની ઓળખ નિકુંજ પટેલ તરીકે થઈ છે. સાયબર ક્રાઈમમાં ઝડપાયેલો આરોપી પટેલનો મિત્ર હોવાનું મનાય છે.

Related posts

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

Ahmedabad Samay

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો

Ahmedabad Samay

CJP પ્રોટેટ્સ કરનાર પ્રદશન કારીઓ માંથી ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલા મળ્યા

Ahmedabad Samay

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

અટલ બ્રિજ પર વર્લ્ડ હિયરિંગ ડેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો સાથે કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો