September 8, 2024
બિઝનેસ

રિલાયન્સ જિયોની સ્વતંત્રતા દિવસ પર ડેટા અને કોલિંગ માટેની છે ખાસ આ ઓફર

જીયો તેના નવા પ્લાન પર ઓનલાઈન શોપિંગથી લઈને ફૂડ ડિલિવરી, ટ્રાવેલ, હોટેલ અને મેડિકલ માટે પણ ઓફર્સ લઈને આવી રહ્યું છે.

રિલાયન્સ જિયોએ ભારતમાં સ્વતંત્રતા દિવસ 2023 માટે ખાસ ઓફર રજૂ કરી છે. આ એક્સક્લુઝિવ ડીલ 2999 રૂપિયાના વાર્ષિક રિચાર્જ પ્લાનમાં ઉપલબ્ધ છે. સ્વતંત્રતા દિવસની ઓફરમાં યુઝર્સને ડેટા અને કોલિંગ લાભ પણ મળશે. આ સિવાય ફૂડ ડિલિવરી, ટ્રાવેલ, ઓનલાઈન શોપિંગ વગેરે જેવી લોકપ્રિય સેવાઓ પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળશે.

રિલાયન્સ જિયો સ્વતંત્રતા દિવસ 2023 ઓફરના નામે આવતા આ પ્રમોશનમાં પ્રીપેડ વપરાશકર્તાઓને લાભ મળશે. પ્રીપેડ વપરાશકર્તાઓ કે જેમણે રૂ. 2,999નો વાર્ષિક રિચાર્જ પ્લાન પહેલેથી જ લીધો છે તેઓ દરરોજ 2.5GB, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મેળવે છે. 365 દિવસની માન્યતા મેળવવાની સાથે, JioCinema, JioTV અને JioCloudની ઍક્સેસ પણ ઉપલબ્ધ છે. આ પ્લાન 5G ડેટા વપરાશ સાથે પણ સુસંગત છે.

આ નવી ઓફરમાં, યુઝર્સને હવે Swiggy પર 249 રૂપિયાથી વધુના ઓર્ડર પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. યાત્રા પ્લેટફોર્મ પરથી ફ્લાઇટ બુક કરાવીને 1500 રૂપિયા સુધીની બચત કરી શકાય છે. યુઝર્સને યાત્રાથી ડોમેસ્ટિક હોટેલ બુકિંગ પર ફ્લેટ 15% (રૂ. 4,000 સુધી) ડિસ્કાઉન્ટ મળશે.

આ સાથે, Ajio ઓર્ડર પર 200 રૂપિયા ની કિંમતમાં પણ ઘટાડો થશે. Netmeds તરફથી રૂ. 999 થી વધુના ઓર્ડર પર 20% છૂટ. રિલાયન્સ ડિજિટલ પાસેથી ગેજેટ્સ અથવા હોમ એપ્લાયન્સિસ ખરીદવા પર સહભાગીઓને ફ્લેટ 10 ટકાની છૂટ પણ મળશે.

Related posts

PhonePeના નામે મોટી સિદ્ધિ, UPI સાથે 2 લાખ RuPay ક્રેડિટ કાર્ડને લિંક કરનાર બની પ્રથમ પેમેન્ટ એપ્લિકેશન

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

નવી ટેક્સ વ્યવસ્થા હોય કે જૂની, આવક આટલી હોય તો ટેક્સ સમાન, સમજી લો ગણતરી

Ahmedabad Samay

હવે કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં OPS લાગુ, જાણો કેમ NPS સાથે મોદી સરકાર

Ahmedabad Samay

વિક્રમી તેજી બાદ બજાર થયું લોહીલુહાણ, સેન્સેક્સ અને નિફ્ટીએ રોકાણકારોને આપ્યું રેડ સિગ્નલ

Ahmedabad Samay

જાણવા જેવું / ટ્રેનના કોચ પર 5 આંકડાના કોડ પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય, જાણી લો તેના પાછળનું રાજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો