June 13, 2024
ગુજરાત

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

અમદાવાદ સહીત શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ધારાસભ્યોની સંખ્યા વધું છે ત્યારે અમદાવાદ શહેરી વિસ્તારમાં ગ્રાન્ટ થકી વિસ્તારના કામો ઝડપી બનશે.
શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ૨૦૨૩ -૨૪ ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

તાજેતરમાં જ રાજ્યની મહિલા ધારાસભ્યોને રોડ રસ્તાના કામો દીઠ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે જનસુખાકારી માટે એક પછી એક ગ્રાન્ટ ફાળવી વિકાસના કામોને આગળ વધારવાની નેમ જોવા મળી રહી છે.

Related posts

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

Ahmedabad Samay

આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને રાત્રીના ૦૯ થી સવારે ૦૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

અમદાવાદના જન્મદિન પર જાણો અમદાવાદ વિશે રસપ્રદ વાતો

Ahmedabad Samay

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી સમયમાં એક જ ટિકિટથી BRTS-AMTSની કરી શકાશે મુસાફરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો