October 2, 2026
ગુજરાત

ગાડીઓ માટે ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા વેપારીઓ સામે થશે કાર્યવાહી, પોલીસની વધુ એક મોહીમ

અત્યારે કેટલીક ગાડીઓ પર બ્લેક ફિલ્મ જોવા મળી રહી છે. કાચ પર લગાવવામાં આવતી આ ડાર્ક ફિલ્મ લગાવીને ફરતી કારોને રોકી અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હવે લગાવનાર શોપ પર પણ કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા રાત્રે 10થી 2 વાગ્યા સુધીમાં નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવશે.

અમદાવાદ પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ વાહનો મામલે હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડાર્ક ફિલ્મ ગાડીઓ પર લગાવેલી જોવા મળે છે. જેના કારણે નબીરાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. કેટલીક પ્રાઈવેટ કારમાં બ્લેક ફિલ્મ લગાવીને પોલીસનું બોર્ડ પણ લગાવીને લોકો ફરે છે ત્યારે તેમની સામું કાર્યવાહી તેજ ચાલી રહી છે. તેવામાં જેઓ બ્લેક ફિલ્મનું વેચાણ કરી રહ્યા છે અને કાર પર લગાવી રહ્યા છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.

તથ્ય પટેલ અકસ્માત કાંડ બાદ પોલીસ વધુ તપાસ સતત ચલાવી રહી છે. જે નબીરાઓ સ્ટંટ રેસ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્લેક ફિલ્મવાળી કેટલીક કારમાં નબીરાઓ સ્ટંટ કરતા પણ જોવા મળે છે. ત્યારે પોલીસ હવે ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા અને લગાવી આપતા વેપારીઓ સામે પણ કાર્યવાહી તેજ કરશે.

પોલીસ દ્વારા રાત્રે 10થી 2 વાગ્યા સુધીમાં નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવશે. જેમાં સ્પીડમાં ચાલતા વાહનો તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન બદલ લોકોને દંડવામાં આવશે.

Related posts

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના પૂર્વ વોર્ડ પ્રમુખ ચંદુ ભકતાણી દ્વારા વાયરલ કરવામાં આવેલ વિડીયોના શખ્સ પર જીવલેણ હુમલો

Ahmedabad Samay

ધો. ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી.

Ahmedabad Samay

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.૧૦ અને ૧૨ની મુખ્‍ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા જનસેવા દિવસ ઉજવવામાં આવશે અને એન્ડ્રોઇડ એપ લોન્ચ કરાશે

Ahmedabad Samay

નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો