September 21, 2026
ગુજરાત

૩૧ ડીસેમ્બરને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

31 ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે તૈયારી કરી લીધી છે. શહેરમાં રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઝડપાયેલા તમામનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.

31stને લઇને અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તમાં 7 ડીસીપી,14 એસીપી, 50 પીઆઇ, 100 પીએસઆઇ અને 3500 જેટલા પોલીસ કર્મી હાજર રહેશે. 28થી 29 ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 31st સાંજથી જ પોલીસ બંદોબસ્તમાં શહેરમાં ગોઠવાઇ જશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા પોલીસને બ્રેથ એનેલાઇજર અને મો સુંઘવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

 

કરફ્યુમાં કારણ વગર અમદાવાદ શહેરમાં અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાત્રે નવ વાગ્યા પછી શહેર પોલીસ કંટ્રોલ રૂમના સર્વેલન્સના કેમેરામાં જો કોઇ દેખાયા તો પોલીસને જાણ કરવામાં આવશે અને તુરંત તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ શહેરમાં ખાનગી જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે અને જો લેટ નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

Related posts

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્‍પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

કરાલી પોલીસે બાતમી આધારે ૫૮,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપયો

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

આજ રાત્રીથી સાઉદી અને યુ.કે.ની વિમાની સેવા ૩૧ ડિસેમ્બર સુધી બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો