અમદાવાદના પૂર્વ વિસ્તાર એક યુવકની મોડી રાત્રે હત્યા થયાનો બનાવ બન્યો છે. હત્યા કર્યા બાદ કેટલાક શખ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે તપાસ તેજ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ચોરી, લૂંટ સહીતના ઘટના ઉપરાંત હત્યાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના પૂર્વ વિસ્તારમાં માધુપુરા વિસ્તારમાં બની હતી. મોડી રાત્રે આ હત્યાના ઘટના બનતા આ વિસ્તારમાં સોપો પડી ગયો હતો. મોડી રાત્રે હત્યાના બનાવથી અમદાવાદનો માધુપુરા વિસ્તાર હચમચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કુણાલ ઠાકોર નામના યુવાનની હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
આ હત્યાના કેસ મામલે તપાસ તેજ કરવામાં આવી રહી છે. હત્યાથી ફરી એકવાર અમદાવાદ શહેરમાં ગુનેગારો જાણે બેમાફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. હત્યા કરીને કેટલાક શખ્સો ફરાર થઈ જતા આ મામલે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ યુવકની હત્યાના કારણે પરીવાર શોકમાં છે. પરીવાર તટસ્થ અને કડક સજાની માગ કરી રહ્યો છે.