August 7, 2026
ગુજરાત

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

‘મારી માટી, મારો દેશ’ અભિયાનને રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 16મી ઓગષ્ટ એક જ દિવસમાં 11,500થી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા  લીધી છે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે.

આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં મારી માટી, મારો દેશ અભિયાને પૂરવેગ પકડ્યો છે. તા. ૯ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન રાજ્યના
ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આ અભિયાન ચાલું રહેતા આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમોનો હર્ષભેર પ્રારંભ થયો છે. પ્રારંભ સાથે આજના એક જ દિવસમાં ૧૧,૫૦૦ થી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.

આ ઉપરાંત ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનની વેબસાઈટ પર આજના દિવસમાં રાજ્યના ૯,૩૦૦ થી વધુ નાગરિકોએ તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરીને સહભાગિતા
નોંધાવી છે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત પણ એક જ દિવસમાં ૬,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનને સફળતા મળી છે, અને આગામી તા. ૨૦ ઓગષ્ટ સુધી તાલુકા સ્તરે આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.

Related posts

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્‍ટ્રીય અધિવેશન બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે

Ahmedabad Samay

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

લોકડાઉન હીરો: દદુ સેવા ટ્રસ્ટ

Ahmedabad Samay

રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો