August 8, 2026
ગુજરાત

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી બચાવ્યું જીવન, ગૃહમંત્રીએ કર્યા વખાણ

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી જીવ બચાવી સરાહનીય કામગિરી કરી હતી. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ કર્મીના આ પ્રયાસના વખાણ કર્યા હતા. આ વીડિયો પણ સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાત પોલીસને આપવામાં આવેલ સીપીઆર તાલીમ થકી લોકોને નવજીવન  મળી રહ્યું છે તેનું તાદ્રશ્ય ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું હતું. અમદાવાદના તપોવન સર્કલ પાસે વિસનગર-કેશોદ એસ.ટી.બસ રૂટના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા ફરજ સ્થળે હાજર પોલીસ અને ટ્રાફીકના જવાને પોતાની સતર્કતાથી સીપીઆર આપીને એસ.ટી.કર્મીને નવજીવન આપ્યું છે. ખાસ કરીને પોલીસના જવાનોને આ કારણથી સીપીઆરની તાલિમ આપવામાં આવી રહી છે. કેમ કે, તેઓ સતત ડ્યુટી પર હોય છે ત્યારે આ પ્રકારની ઘટના ઘટીત થાય તો લોકોનું જીવન બચાવી શકે છે.

આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલ સીપીઆર તાલીમ થકી લોકોને મળી રહ્યું છે નવજીવન! અમદાવાદના તપોવન સર્કલ પાસે વિસનગર-કેશોદ એસ.ટી.બસ રૂટના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ફરજ સ્થળે હાજર પોલીસ જવાને પોતાની સતર્કતાથી સીપીઆર આપીને એસ.ટી.કર્મીને નવજીવન આપ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ફરજનિષ્ઠ પોલીસ જવાનને તેમના માનવીય કર્મ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલ સીપીઆરની તાલીમ આજે હૃદયરોગના પ્રાથમિક અને ત્વરિત પગલાં તરીકે લોકોનું જીવન બચાવવા માટે મદદરૂપ થઈ રહી છે. તેમ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અવારનવાર ડૉક્ટરની મદદથી પોલીસ કર્મીઓને કેવી રીતે સીપીઆર આપવું તેની તાલિમ આપવામાં આવે છે ત્યારે ખરા અર્થમાં આ તાલિમ લોકોના જીવન બચાવવા માટે ખૂબ જ સાર્થક થઈ રહી છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા લોકો પણ આ પ્રયાસના વખાણ કરી રહ્યા છે . .

Related posts

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

નવા સંસદ ભવનમાં જામનગર પણ સહભાગી બન્યું, જિલ્લાની આ જાણીતી કંપનીએ ઐતિહાસિક કાર્યમાં આ રીતે આપ્યું અમૂલ્ય યોગદાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો