કરાલી પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પી.એસ.આઇ શ્રી આર. જે. ચોટેલીયા, તથા જયપાલસિંહ નારણસિંહ અને હરપાલસિંહ ભરતસિંહ પરમાર દ્વારા બાતમીના આધારે બે બાઇક સવાર વિદેશી દારૂ સાથે રાજપુર થી કરશન તરફ જવાના છે, જે બાતમી અનુસાર કરશન ગામ પાસે વોચ રાખવામાં આવી હતી.
વોચ દરમિયાન એક હીરો સ્પ્લેન્ડર અને બજાજ કંપ્ની ની આઇસ્માર્ટ નંબર પ્લેટ વગર ધ્યાનમાં આવતા જ તેની તપાસ કરવામાં આવી હતી , સ્પ્લેન્ડર ચાલકને પકડતા બજાજ ની આઇસ્માર્ટ ચાલકે દૂરથી જોતા ગાડી મૂકી ભાગી ગયેલ હતો, તપાસ કરતા ભારતીય બનાવતી વાળો વિદેશી દારૂની ૩૬૦ બોટલો કબ્જે કરી હતી જેની કિંમત અંદાજીત ૫૮,૦૦૦ રૂપિયા થાય છે , કરાલી પોલીસે મુદા માલ અને બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.