અમદાવાદ આઈઆઈએમ 5 ઓગસ્ટ 2023ના રોજ તેના કેમ્પસમાં, આઈઆઈએમએ હેલ્થકેર સમિટની પ્રારંભિક આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. ભારતીય હેલ્થકેર સેક્ટરમાં ઇનોવેશન અને સહયોગને પ્રોત્સાહન આપવાના સમિટના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને નવાચારને ઉત્પ્રેરણ આપવું – સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ તથા નીતિ સંશોધનની થીમ પર રાખેલ છે.
પ્રોફેસર ભારત ભાસ્કર, ડાયરેક્ટર, આઈઆઈએમએ ઉદ્ઘાટન સંબોધન કરશે અને આ સમિટ માટેનો સંદર્ભ દર્શાવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન ડૉ. મનસુખ માંડવિયા, આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી વક્તવ્ય આપશે.
આઈઆઈએમએ ખાતે અર્થશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર અને, સીએમએચએસના એક્ઝિક્યુટિવ મેમ્બર, તેમજ ઘણા બિઝનેસ લીડર્સ અને આઈઆઈએમએના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દિવસના અંતે નિર્ધારિત પેનલ ચર્ચામાં વક્તા તરીકે જોડાશે.
આઈઆઈએમએ હેલ્થકેર સમિટના આ ઉદ્ઘાટનમાં બે પેનલ ચર્ચાઓ, એક સ્ટાર્ટ-અપ સ્પર્ધા અને સંશોધન પેપર સબમિટ કરવામાં આવશે, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો અને સરકારી અધિકારીઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે. આ સમિટના મહત્વ વિશે બોલતા, પ્રોફેસર ભારત ભાસ્કરે, ડાયરેક્ટર, આઈઆઈએમએ, જણાવ્યું હતું કે, “ભારતીય હેલ્થકેર સેક્ટર છેલ્લાં કેટલાંક વર્ષોમાં અભૂતપૂર્વ વૃદ્ધિનું સાક્ષી રહ્યું છે. તકનીકી પ્રગતિઓ અને નવીનતાઓએ તેના વિકાસને વધુ વેગ આપ્યો છે જે ભારતને વિશ્વભરમાં આરોગ્યસંભાળ સેવાઓ માટે સૌથી વધુ ડિમાંડમાં રાખતું સ્થળ બનાવે છે.