August 9, 2026
Other

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ રાજ્યભરમાં તા.૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા તાલુકા કક્ષાના વિવિધ કાર્યક્રમોમાં કુલ ૧.૧૨ લાખથી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમમાં રાજ્યભરમાં કુલ ૨૧,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં મારી માટી, મારો દેશ અભિયાનમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. ગુજરાતમાં તા.૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ અભિયાન અંતર્ગત ૨૪૮ તાલુકોઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પાંચ દિવસમાં કુલ ૧,૧૨,૦૯૮
નાગરિકોએ સેલ્ફી સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૧,૬૭૦ વૃક્ષોનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ અંદાજે ૧,૬૪૭ વીરો-પરિવારોને સન્માનિત
કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૪૮ તાલુકાઓમાં ૨૪૮ શિલાફલકમ એટલે કે પથ્થરની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં તાલુકા કક્ષાએ અંદાજે ૧,૧૨,૪૬૦ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં મારી માટી, મારો દેશ અભિયાનને ભવ્ય સફળતા મળી છે.જ્યારે તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ ૨૦૨૩ સુધી તાલુકા સ્તરે યોજાયેલા આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Related posts

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી આજરોજ અમદાવાદની મુલાકાત લેશે

Ahmedabad Samay

જમ્મુના રાજબાગના ઘાટી જુથાના વિસ્‍તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર થયું હતું. હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણી માટે ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરશે

Ahmedabad Samay

ભારત અને ઇંગ્લેન્ડ T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

Ahmedabad Samay

દત્તાત્રેય હોસબલેએ ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

Ahmedabad Samay

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો