આગામી લોકસભાની ચૂંટણી નજીક છે. ભાજપ ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરવા જઈ રહી છે. સૌ પ્રથમ યાદીની રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે પણ ભાજપ હાઈકમાન્ડ વચ્ચે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. અલગ-અલગ રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી અને દરેક બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને બે કલાક સુધી ચાલી હતી. આ બેઠક સાંજે ૭ વાગ્યા પછી શરૂ થઈ હતી. ત્યારપછી ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં ૪ કલાક સુધી મેરેથોન મંથન કરવામાં આવ્યું હતું. બીજેપી હેડક્વાર્ટરમાં રાત્રે ૧૧ વાગ્યાથી આજે સવારે ૩ વાગ્યા સુધી સીટો પર ચર્ચા ચાલી હતી.
આ બંને બેઠકમાં પ્રથમ યાદીને આખરી ઓપ આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ખુદ વડાપ્રધાન મોદીએ કમાન પોતાના હાથમાં લીધી છે. તેમણે ગુરુવારે સાંજે ૭ વાગ્યે વડા પ્રધાનના નિવાસસ્થાને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગળહ પ્રધાન અમિત શાહ સાથે લાંબી મુલાકાત કરી. જે બાદ તેઓ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને રાજ્યોના નેતાઓ અહીં હાજર હતા. હાલમાં તમામની નજર તેના પર છે કે આ ચૂંટણીમાં પાર્ટી કેટલાક જૂના નેતાઓની ટિકિટ કાપે છે કે તેના ઉમેદવારોની પસંદગીમાં કોઈ નવો પ્રયોગ કરે છે. આ વખતે નવા ચહેરાઓને તક આપવાની ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રથમ યાદી બેપ્રત્રણ દિવસમાં આવે તેવી શકયતા છે. જ્યારે ૧૦ માર્ચ પહેલા ૨૫૦ નામોની જાહેરાત થઈ શકે છે. ભાજપ નેતળત્વ ટૂંક સમયમાં ઉમેદવારો જાહેર કરવાની યોજના ધરાવે છે, જેથી તેઓ શકય તેટલા લોકો સુધી પહોંચી શકે અને જનસંપર્ક કરી શકે.
આગામી લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાય તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપ ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ‘નબળી બેઠકો’ પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. સૂત્રોનું કહેવું છે કે ૨૦૧૯ની ચૂંટણીમાં જે સીટો પર ભાજપનો પરાજય થયો હતો ત્યાં સંગઠનને મજબૂત કરવા માટે લાંબા સમયથી કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીઓની ટીમો પણ મેદાનમાં મોકલવામાં આવી હતી. પાર્ટીને લાગે છે કે આ બેઠકો પર જીતની શકયતા વધી ગઈ છે. આ જ કારણ છે કે પાર્ટીએ આ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો લગાવી દીધા છે.
બેઠકમાં ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, ઝારખંડ, તમિલનાડુ, પુડુચેરી, આંદામાન નિકોબાર, ઓડિશા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર મણિપુરની બેઠકો પર મંથન થયું. આને લગતી લગભગ ૩૦૦ બેઠકો માટે ત્રણપ્રત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી હતી. પાર્ટી ૧ અથવા ૨ માર્ચે પ્રથમ યાદી જાહેર કરવાની અને ૧૦ માર્ચ સુધીમાં ૨૫૦ – ત્રણસો બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાની યોજના ધરાવે છે.
આગામી લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક સાથે ૩૭૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યા બાદ ભાજપે ઉમેદવારોના નામ પર વિચાર મંથન શરૂ કરી દીધું છે. ગુરુવારે પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠક પહેલાં, વડા પ્રધાનના નિવાસસ્થાન પર પક્ષના ટોચના નેતાઓની બેઠકમાં ૨૧ રાજ્યોની ૩૦૦ બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી હતી જે લગભગ છ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં જ્યાં સુધી પંજાબ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ગઠબંધન અંગેની વાટાઘાટો ન થાય ત્યાં સુધી ઉમેદવારો જાહેર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પીએમના નેતળત્વમાં મેરેથોન બેઠક બાદ પાર્ટી હેડક્વાર્ટરમાં મોડી રાત્રે ઘ્ચ્ઘ્ની બેઠક શરૂ થઈ હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલા સોથી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી શુક્રવાર અથવા શનિવારે જાહેર કરવામાં આવશે અને ૧૦ માર્ચ સુધીમાં લગભગ ૨૫૦ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવશે. પીએમ આવાસ પર આયોજિત બેઠકમાં ગળહ પ્રધાન અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઘણા રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર હતા.
દિલ્હીની ચાર બેઠકો પર નવા ચહેરા ઉતારવાની તૈયારી : આગામી લોકસભા ચૂંટણીમાં રાજધાની દિલ્હીના મતદારોને ભાજપ તરફથી નવા ચહેરા જોવા મળશે. છેલ્લી ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરનાર ભાજપ આ વખતે પાટનગરની સાતમાંથી ઓછામાં ઓછી ચાર બેઠકો પર નવા ચહેરાઓને તક આપશે. આ વખતે પાર્ટી નેતળત્વએ મનોજ તિવારી, રમેશ વિધુરી અને પ્રવેશ વર્માને બીજી તક આપવાનો નિર્ણય કર્યો છે.
રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રી-પોલ ગઠબંધનને ધ્યાનમાં રાખીને પાર્ટી નેતળત્વએ નવી રણનીતિ બનાવી છે. આ નવી વ્યૂહરચના હેઠળ, સત્તા વિરોધી વલણોને રોકવા માટે, મોટાભાગના જૂના સાંસદોને આ વખતે ચૂંટણી લડવાની તક મળશે નહીં. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી, ગૌતમ ગંભીર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષ વર્ધનને આ વખતે ટિકિટ મળવાની શકયતા ઓછી છે. જ્યારે અન્ય સાંસદ હંસરાજ હંસ પંજાબથી ચૂંટણી લડશે. આ પૈકી ગંભીરને પૂર્વ દિલ્હીની જગ્યાએ અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે.
મનોજ તિવારી એ ત્રણ સાંસદોમાં સામેલ છે જેમની ટિકિટ રાજધાનીમાં નિ?તિ માનવામાં આવે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ તરીકે તિવારીનો કાર્યકાળ ટૂંકો હોવા છતાં, પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીઓ સિવાય ઘણા મોરચે સફળતા હાંસલ કરી હતી. પાર્ટી તેમના દ્વારા પૂર્વાંચલ તેમજ રાજધાનીના ભોજપુરી ભાષી વિસ્તારોના મતદારો સુધી પહોંચવાની યોજના ધરાવે છે. આ ક્રમમાં પાર્ટી ગોરખપુરના સાંસદ રવિકિશન અને આઝમગઢના સાંસદ દિનેશ ચંદ્ર નિરહુઆની પણ મદદ લેશે. આ ત્રણેય ચહેરાઓ, ભોજપુરી સિનેમા સાથે સંકળાયેલા હોવાથી, પૂર્વીય ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં અત્યંત લોકપ્રિય છે.
ગઠબંધન અંગે પણ મહત્વની ચર્ચા થઈ હતી : બેઠકમાં પંજાબમાં અકાલી દળ, આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને તમિલનાડુમાં AIADMK સાથે જનસેના સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન પર ગંભીર ચર્ચા થઈ હતી. ત્રણેય રાજ્યોમાં વાતચીત અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતિમાં મંત્રણાના અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ઉમેદવાર જાહેર ન કરવાનો નિર્ણય લેવાયો હતો. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઈને નેતળત્વનું વલણ સકારાત્મક છે. જોકે, નેતળત્વ ત્રણેય રાજ્યોમાં સન્માનજનક બેઠકો ઈચ્છે છે.