‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ રાજ્યભરમાં તા.૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા તાલુકા કક્ષાના વિવિધ કાર્યક્રમોમાં કુલ ૧.૧૨ લાખથી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમમાં રાજ્યભરમાં કુલ ૨૧,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં મારી માટી, મારો દેશ અભિયાનમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. ગુજરાતમાં તા.૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ અભિયાન અંતર્ગત ૨૪૮ તાલુકોઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પાંચ દિવસમાં કુલ ૧,૧૨,૦૯૮
નાગરિકોએ સેલ્ફી સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૧,૬૭૦ વૃક્ષોનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ અંદાજે ૧,૬૪૭ વીરો-પરિવારોને સન્માનિત
કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૪૮ તાલુકાઓમાં ૨૪૮ શિલાફલકમ એટલે કે પથ્થરની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં તાલુકા કક્ષાએ અંદાજે ૧,૧૨,૪૬૦ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં મારી માટી, મારો દેશ અભિયાનને ભવ્ય સફળતા મળી છે.જ્યારે તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ ૨૦૨૩ સુધી તાલુકા સ્તરે યોજાયેલા આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.