“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા નારણપુરા વોર્ડમાં વિજયનગર ખાતે નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા), ધારાસભ્યશ્રી જીતુભાઇ ભગત તેમજ શ્રી મયંકભાઇ નાયક (પ્રમુખ – ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષિપંચ મોરચો)ની ઉપસ્થિતીમાં “કળશ યાત્રા રથ” નો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાનાં કાર્યકરો, તેમજ અન્ય કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.