વૈશ્વિક માંગમાં મંદી હોવા છતાં, ભારતના સેવા ક્ષેત્રોમાં વૃદ્ધિએ 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન દેશની કુલ નિકાસ અને માલ અને સેવાઓની આયાતને $800 બિલિયનના આંકને પાર કરવામાં મદદ કરી. જોકે, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ તેમાં 2.5 ટકાનો ઘટાડો થયો છે. સંશોધન સંસ્થા જીટીઆરઆઈએ પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે.
‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ (GTRI)ના વિશ્લેષણ અનુસાર, જાન્યુઆરી-જૂન 2022માં $379.5 બિલિયનની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં સામાન અને સેવાઓની નિકાસ 1.5 ટકા વધીને $385.4 બિલિયન થઈ છે. જોકે, જાન્યુઆરી-જૂન 2022માં $441.7 બિલિયનની સરખામણીએ સમીક્ષા હેઠળના છ મહિનામાં આયાત 5.9 ટકા ઘટીને $415.5 બિલિયન થઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર, “જાન્યુઆરી-જૂન 2023 દરમિયાન ભારતનો વિદેશી વેપાર (સામાન અને સેવાઓની નિકાસ અને આયાત) 2.5 ટકા વધીને યુએસ $ 800.9 બિલિયન પર પહોંચી ગયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં (જાન્યુઆરી-જૂન 2022) 2.5 ટકા ઓછો છે.” જીટીઆરઆઈના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું કે કેટલાક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા ગુમાવવાને કારણે આંકડામાં નજીવો ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે યૂક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ, ઉચ્ચ ફુગાવો, કડક નાણાકીય નીતિ અને નાણાકીય અનિશ્ચિતતા સહિતના અનેક પરિબળોને કારણે 2023 માટે વિશ્વ વેપારનો અંદાજ નબળો છે.