September 23, 2026
Other

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. આરોપ છે કે આ કૃત્‍ય SIO એટલે કે સ્‍ટુડન્‍ટ ઈસ્‍લામિક ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્‍યું છે. સંબંધિત ફોટા અને વીડિયો સામે આવ્‍યા બાદ હિંદુ સંગઠનોએ હોબાળો શરૂ કરી દીધો છે. SIO પર ધર્મ પરિવર્તનનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. SIOએ આ આરોપોને ફગાવી દીધા છે.

હાલ આ મામલો સામે આવ્‍યા બાદ શાળા શિક્ષણ વિભાગે શાળાના આચાર્યને સસ્‍પેન્‍ડ કરીને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે એફઆઈઆર પણ નોંધી તપાસ શરૂ કરી છે. આમ છતાં હિદુ સંગઠનોનો ગુસ્‍સો ઓછો થવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. આ સંગઠનોએ સવાલો ઉઠાવ્‍યા છે કે હિંદુ છોકરીઓને મસ્‍જિદમાં શા માટે લઈ જવામાં આવે છે, તેમને હિજાબ કેમ પહેરાવવામાં આવે છે અને તેમને વજૂ કરવા માટે શા માટે મજબૂર કરવામાં આવ્‍યા હતા.

આરોપ છે કે SIOના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે સંબંધો છે અને ધર્મ પરિવર્તનના હેતુથી આ છોકરીઓનું બ્રેઈનવોશ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. હિંદુ સંગઠને કહ્યું કે શિક્ષણ વિભાગ કે સ્‍કૂલ મેનેજમેન્‍ટે ન તો આ છોકરીઓના માતા-પિતાને મસ્‍જિદ લઈ જતા પહેલા જાણ કરી અને ન તો આ માટે તેમની પરવાનગી લીધી. આરોપ છે કે SIOના કહેવા પર સ્‍કૂલના પ્રિન્‍સિપાલે વિદ્યાર્થિનીઓને લાલચ આપી અને તેમને અન્‍ય ધર્મની પ્રાર્થના કરવા દબાણ કર્યું હતું.

જો કે મામલો વણસતા રાજયના શિક્ષણ વિભાગે પ્રિન્‍સિપાલને સસ્‍પેન્‍ડ કરી દીધા છે અને સ્‍કૂલ મેનેજમેન્‍ટ પાસે ખુલાસો માંગ્‍યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બે-ત્રણ દિવસ પહેલા બની હતી, પરંતુ તેની તસવીરો અને વીડિયો સામે આવ્‍યા બાદ હવે લોકોને તેની ખબર પડી છે. આ સંદર્ભે વિશ્વ હિન્‍દુ પરિષદએ વાસ્‍કો પોલીસ સ્‍ટેશનમાં વાસ્‍કો ટાઉન સ્‍થિત શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related posts

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

દિનેશ પરતાપસિંહને વિજય બનાવા ખરહરા ગામમાં વેપારી મંડળના પ્રમુખ અને આશ્રયદાતા સાથે ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવી.

Ahmedabad Samay

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

Ahmedabad Samay

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

નકલી નોટોનો સૌથી મોટો કૌભાંડ,સુરતના સત્‍યમ યોગ ફાઉન્‍ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો