પો.સ.ઇ. શ્રી કે.એસ.સિસોદીયા સાથેના અ.હેડ કોન્સ. સંજયકુમાર ઘાસીરામ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અ.હેડ કોન્સ. સુરેશભાઇ જીવણભાઇ, અ.હેડ કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ, અ.હેડ કોન્સ. ત્રીપાલસિંહ રઘુવિરસિંહ, અ.હેડ કોન્સ. મુકેશભાઇ રામાભાઇ, તથા અ.પો.કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ દ્વારા વાહન ચોરી કરતા આરોપી દિનેશ ટીકુરામ પરીહાર (માળી)ને ચોરીના ગુન્હામાં ઘાટલોડીયા, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ પાસેથી બાથમીના આધારે ધરપકડ કરવામાં આવી હતી.આરોપી વિરૂધ્ધ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ છે.
આરોપી પાસેથી નીચે મુજબના વાહનો તથા અન્ય ચિજવસ્તુ કબ્જે કરવામાં આવેલ
(૧) રોયલ ઇનફિલ્ડ બુલેટ કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-
(૨) હોન્ડા સાઇન મોટર સાયકલ કિંમત રૂ.GJ-09-CP-4511 કિંમત રૂ.૨૫,૦૦૦/-
(૩) હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ-02-CF-6459 રૂ.૨૫,૦૦૦/-
(૪) હિરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ નં.GJ-02-CF-5562 કિંમત રૂ.૨૫,૦૦૦
(૫) બજાજ પલ્સર મોટર સાયકલ કિંમત રૂ.૫૦,૦૦૦/- (૬) રોયલ ઇનફિલ્ડ બુલેટ મોટર સાઇકલ કિંમત રૂ.૬૦,૦૦૦/-
(૭) બજાજ પલ્સર મોટર સાયકલ કિંમત રૂ.૫૦,૦૦૦/- (૮) રોયલ ઇનફિલ્ડ બુલેટ કિંમત રૂ.૧,૫૦,૦૦૦/-
(૯) બુલેટની ચાવી નંગ-૦૩ કિંમત રૂ.૦૦/-
(૧૦) વાદળી કલરના હાથા વાળું એલ.એન.કી. પાનું નંગ-૦૧ કિંમત રૂ.૦૦/- (૧૧) મોટર સાયકલની ચાવી નંગ-૦૪ કિમત રૂ.૦૦/-
(૧૨) મેમો નંગ-૦૧ કિંમત રૂ.૦૦/-
મળી કુલ કિંમત રૂ.૪,૮૫,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવેલ છે.
આરોપી અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. નવી બનતી ફ્લેટોની સ્કીમમાં પગાર ઉપર મિસ્ત્રી કામ કરે છે. આ વખતે તેનો મિત્ર હિંમતસિંહ હુકમસિંહ રૂપાવત (રાઠોડ), રહે. ગામ પાબુનગર, મુંઝાસર મોરીયા, તા.આઉ, જી. ફલોદી, રાજસ્થાનનો પણ અમદાવાદ ખાતે ફરવા માટે આવેલ. પરંતુ અમદાવાદમાં ફરવા માટે આરોપી પાસે મોટર સાયકલ ન હોય જેથી તેણે તથા તેના મિત્ર હિંમતસિંહ રૂપાવતએ ભેગા મળી એક ટુ વ્હિલર વાહનની ચોરી કરવાનું વિચારેલ અને તેઓ બંને જણાએ કારંજ વિસ્તારમાંથી એક મોટર સાયકલની ચોરી કરેલ હતી. ત્યાર બાદ આ મોટર સાયકલમાં બંને જણા અમદાવાદ શહેર વિસ્તારમાં ફરેલ અને તે મોટર સાયકલ હિંમતસિંહ લઇ રાજસ્થાન ખાતે જતો રહેલ.
જેથી ઉપરોક્ત આરોપી પાસે ફરવા માટે મોટર સાયકલ ન હોય જેથી તેણે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરના અડાલજ ખાતે અલગ અલગ જગ્યાઓથી વાહનો ચોરી કરવાનું ચાલુ કરેલ.ને તે વાહનનું લોક તોડી તેઓની પાસેના વાદળી કલરના હાથા વાળા એલ.એન.કી. પાના વડે ચાલુ કરી અમદાવાદ શહેર વિસ્તારમાં ફરવા માટે ઉપયોગ કરતો હતો. તેમજ રાજસ્થાન ખાતે તેના વતન જવા માટે પણ ઉપયોગ કરતો હતો. તેમજ જ્યારે એક વાહનનો શોખ પુરો થઇ જાય ત્યારે તે વાહન કોઇ જણ જગ્યાએ પાર્ક કરી અન્ય વાહન ચોરી કરી તેનો ઉપયોગ કરતો હતો. આ રીતે આરોપીએ ઉપરોક્ત મુજબના મોટર સાયકલોની ચોરીઓ કરેલ છે.