August 9, 2026
Other

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ ર ફૂટ ખોલવામાં આવ્યા છે. જયારે દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વર્તાઇ રહી છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં  અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સૌથી વધારે મધ્યઝોનમાં 1.05 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. તો આ તરફ દક્ષિણ ઝોનમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જો વાત અમદાવાદના ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ત્યાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો પૂર્વ અમદાવાદમાં 0.6 ઈંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.  દાહોદમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારેની વરસાદની આગાહી કરી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

રૂપાલની પલ્લી, આજ રોજ ગાંધીનગરના રુપાલ ગામે વરદાયિની માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે, વહેશે ઘીની નદીઓ

Ahmedabad Samay

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો નોંધણી નહી કરાવે

Ahmedabad Samay

પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન

Ahmedabad Samay

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો