August 22, 2026
Other

“ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ “એવોર્ડ – સર્ટીફીકેટ” એનાયત થયેલ

દ્વિતીય ધર્મસત્તાક દિવસે સંતો દ્વારા થયેલ ભગવા ધ્વજ વંદન “ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ એનાયત થયેલ “એવોર્ડ – સર્ટીફીકેટ”

૨૭ – જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ વલસાડ નાં વગાલધરા મુકામે ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર માં “ગુરુ વંદના મંચ” દ્વારા “”દ્વિતીય ધર્મસત્તાક દિવસ”” ની ઉજવણી શ્રી રાજરાજેશ્વર ગુરૂજી, વરિષ્ઠ સંતો તથા શ્રી ડી. જી. વણજારાની ઉપસ્થિતિમાં પ. પૂ. મ મં શ્રી વિદ્યાનંદજી બરુમાલા નાં શુભ હસ્તે ભગવો ધ્વજ લહેરાવી કરવામાં આવી.

ત્યાર બાદ ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર નાં સંસ્થાપકશ્રી રાજ રાજેશ્વર ગુરુજી કે જેઓ U.K. Europe “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા” માં “Peace Ambassador” પણ હોઈ શ્રી ડી જી વણજારાએ સનાતન ધર્મ & આધ્યાત્મિક ક્ષેત્ર માં કરેલા વિશિષ્ટ યોગદાન ને બિરદાવતો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન આપતો સર્ટિફિકેટ ઓફ એકસેલેન્સ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત ગુરુ વંદના મંચ માં “વિશિષ્ઠ કામગીરી” બદલ કથાકારશ્રી રામેશ્વર બાપુ હરીયાણી તથા યોગ ગુરૂ શ્રી પ્રદીપજી સહીત ૨૧ સંતોને અન્ય એવોર્ડ્સ એનાયત કરીને સન્માનવામાં આવેલા.

આ કાર્યક્રમમાં અયોધ્યા, કાનપુર, હરિયાણા અને ગુજરાતનાં ઠેર ઠેર થી સંતો – મહંતો તેમજ રાષ્ટ્ર વંદના મંચ નાં પ્રદેશ & શહેર – જિલ્લા સ્તરનાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

ભારતનો શાનદાર વિજય,ભારતે પાકિસ્તાનને ૬૧ રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે સુપર-૮ રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કર્યો

Ahmedabad Samay

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ કરતા સામે કડક કાર્યવાહી કરી

Ahmedabad Samay

શું કમલનાથ ભાજપમાં જોડાશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો