નીતિશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે NDAના સમર્થન સાથે નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે JDU વિધાયક દળની બેઠક દરમિયાન નીતિશ કુમારે ભાજપના દિગ્ગજ નેતા સાથે ફોન પર વાત કરી હતી. દરમિયાન શપથ ગ્રહણ માટે રાજભવન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીતિશ કુમાર આજે જ નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી.નીતિશ કુમારે ભાજપ ધારાસભ્યોના સંમતિપત્ર સાથે રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
બિહારની રાજનીતિમાં ઘણા દિવસોથી ચાલી રહેલ ઉથલપાથલ હવે શાંત થઈ ગઈ છે. RJD સાથે ગઠબંધન ખતમ કરતા નીતિશ કુમારે આજે બપોરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી . નીતિશ કુમારના રાજીનામાની સાથે જ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને CM પદ માટે શપથ લીધા.
બિહારની આ નવી સરકારમાં એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. આમાં નીતિશ કુમારને ફરીથી CM બનાવવામાં આવ્યા જ્યારે બંને ડેપ્યુટી CM BJPના બનાવામાં આવ્યા. ડેપ્યુટી CM તરીકે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ શપથ લીધા.
બિહારમાં બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલાની સાથે ભાજપે લોકસભા ચૂંટણી માટે જાતિ સમીકરણને ઉકેલવાની પણ તૈયારી કરી લીધી છે. બંને ડેપ્યુટી CMમાં એક તરફ સમ્રાટ ચૌધરી કુશવાહા સમુદાયમાંથી આવે છે અને બીજી તરફ વિજય સિંહા ભૂમિહાર સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં માત્ર ઓબીસી સમુદાયને જ નહીં પરંતુ સામાન્ય વર્ગના મતદારોને પણ આકર્ષવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
BJP ધારાસભ્યો CM આવાસ પહોંચશે. જે બાદમાં ભાજપ ધારાસભ્યોના સંમતિપત્ર સાથે નીતિશ કુમારે રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, હું કામ કરી રહ્યો હતો પરંતુ મને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. જેના કારણે લોકો દુઃખી થયા હતા. તેમણે કહ્યું, ‘આજે મેં રાજીનામું સુપરત કર્યું છે. અમે અમારા લોકોનો, પક્ષનો અભિપ્રાય સાંભળ્યો અને તેથી આજે અમે રાજીનામું આપી દીધું અને જે સરકાર હતી તેને ખતમ કરી દીધી. ત્યાંના લોકો જે રીતે દાવો કરતા હતા તે લોકોને ખરાબ લાગતું હતું. આજે અન્ય પક્ષો જે અગાઉ સાથે હતા તે નક્કી કરશે.

