દ્વિતીય ધર્મસત્તાક દિવસે સંતો દ્વારા થયેલ ભગવા ધ્વજ વંદન “ગુરુ વંદના મંચ” નાં સંતોને વિશિષ્ટ કામગીરી બદલ એનાયત થયેલ “એવોર્ડ – સર્ટીફીકેટ”
૨૭ – જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ વલસાડ નાં વગાલધરા મુકામે ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર માં “ગુરુ વંદના મંચ” દ્વારા “”દ્વિતીય ધર્મસત્તાક દિવસ”” ની ઉજવણી શ્રી રાજરાજેશ્વર ગુરૂજી, વરિષ્ઠ સંતો તથા શ્રી ડી. જી. વણજારાની ઉપસ્થિતિમાં પ. પૂ. મ મં શ્રી વિદ્યાનંદજી બરુમાલા નાં શુભ હસ્તે ભગવો ધ્વજ લહેરાવી કરવામાં આવી.
ત્યાર બાદ ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર નાં સંસ્થાપકશ્રી રાજ રાજેશ્વર ગુરુજી કે જેઓ U.K. Europe “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા” માં “Peace Ambassador” પણ હોઈ શ્રી ડી જી વણજારાએ સનાતન ધર્મ & આધ્યાત્મિક ક્ષેત્ર માં કરેલા વિશિષ્ટ યોગદાન ને બિરદાવતો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન આપતો સર્ટિફિકેટ ઓફ એકસેલેન્સ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત ગુરુ વંદના મંચ માં “વિશિષ્ઠ કામગીરી” બદલ કથાકારશ્રી રામેશ્વર બાપુ હરીયાણી તથા યોગ ગુરૂ શ્રી પ્રદીપજી સહીત ૨૧ સંતોને અન્ય એવોર્ડ્સ એનાયત કરીને સન્માનવામાં આવેલા.
આ કાર્યક્રમમાં અયોધ્યા, કાનપુર, હરિયાણા અને ગુજરાતનાં ઠેર ઠેર થી સંતો – મહંતો તેમજ રાષ્ટ્ર વંદના મંચ નાં પ્રદેશ & શહેર – જિલ્લા સ્તરનાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

