September 21, 2026
Other

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

પોતાની માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે. પોલીસની સાથે ઝપાઝપીમાં અત્‍યાર સુધી ઘણા પ્રદર્શનકારી ઘાયલ થયા છે.હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્‍હી ચલો આંદોલનને ધ્‍યાનમાં રાખી સાત જિલ્લામાં મોબાઈલ ઈન્‍ટરનેટ અને અક સાથે ઘણા મેસેજ ફોરવર્ડની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્‍યો છે. જે બે દિવસ સુધી વધારીને ૧૫ ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવ્‍યો છે. સરકારે આદેશ આપ્‍યો છે કે અંબાલા, કુરૂક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે.ᅠખેડૂતોને રોકવા માટે દિલ્‍હી સાથેની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી. સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્‍યામાં પોલીસ દળો તૈનાત છે. સરહદ કાંટાળા તાર અને સિમેન્‍ટના બેરિકેડથી ઢંકાયેલી છે. ખેડૂતો તેમની માંગ પર અડગ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમની માંગણીઓ પ્રત્‍યે ગંભીર નથી. આવી સ્‍થિતિમાં તમામ અવરોધો છતાં ખેડૂતો આજે દિલ્‍હી તરફ કૂચ કરવાનો પૂરો પ્રયાસ કરશે.

 

પટિયાલામાં શંભુ અને જીંદમાં દાતાસિંહવાલાની સીલબંધ સરહદ પર પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે ઘણી અથડામણ થઈ હતી. પથ્‍થરમારો અને બેરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ, વોટર કેનન અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. જીંદમાં પણ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્‍યો હતો. બંને સરહદો પર થયેલી અથડામણમાં અંબાલાના નારાયણગઢના ડીએસપી સહિત ૧૦૦ ખેડૂતો અને ૧૯ જવાનો ઘાયલ થયા છે.

આ બાજુ પંજાબ સરકારે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસની સાથે ઝપાઝપી બાદ ઘણા ખેડૂતોના ઘાયલ થવાને ધ્‍યાનમાં રાખી હરિયાણા સીમા સાથે જોડાયેલા હોસ્‍પિટલમાં એલર્ટ જાહેર કરી દીધુ છે.ᅠસૂત્રોએ જણાવ્‍યું કે રાજય સરકારે હરિયાણા બોર્ડર પર એમ્‍બ્‍યુલન્‍સની સંખ્‍યા વધારી દીધી છે. તેના ઉપરાંત ડોક્‍ટરો અને અન્‍ય કર્મચારીઓને ડ્‍યૂટી પર રહેવા માટે કહેવામાં આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું કે સરકારે સંગરૂર, પટિયાલા, ડેરા બસ્‍સી, મનસા અને બઠિંકામાં સ્‍થિત હોસ્‍પિટલોને એલર્ટ જાહેર કર્યું છે.ᅠ

ખેડુતો ફરી એકવાર કેન્‍દ્ર સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવવા પર અડગ છે, MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ અને લોન માફીની કાયદાકીય ગેરંટી, સ્‍વામીનાથન કમિશનના અહેવાલના અમલીકરણ અને લખીમપુર ખેરી ઘટના પર કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. પંજાબ-હરિયાણા સહિત અન્‍ય રાજયોના ખેડૂતો દિલ્‍હી તરફ કૂચ કરી રહ્યા છે. ફરી એકવાર ખેડૂતો અને સરકાર આમને-સામને છે. કેન્‍દ્ર સરકાર સાથે સતત વાતચીત નિષ્‍ફળ જતાં ખેડૂતો દિલ્‍હી તરફ આગળ વધી રહ્યા છે.

ખેડૂત નેતાઓ અને કેન્‍દ્ર વચ્‍ચેની વાટાઘાટો અનિર્ણિત રહી તે પછી, કિસાન મઝદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) એ ખેડૂતો દ્વારા ‘દિલ્‍હી ચલો’ કૂચનું આહ્‌વાન કર્યું છે. હાલમાં વિરોધ કરી રહેલા ખેડૂતોનો કાફલો દિલ્‍હીથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર પંજાબ-હરિયાણા બોર્ડર પર છે. પંજાબના ખેડૂતોની હરિયાણા પોલીસ સાથે શંભુ બોર્ડર અને જીંદ બોર્ડર પર ઘર્ષણ થયું.

પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર યુદ્ધનું મેદાન બની ગઈ હતી અને ટીયર ગેસના શેલને કારણે સર્વત્ર ધુમાડો હતો. ગઈકાલે સાંજે ખેડૂતોએ તેમની કૂચ અટકાવી દીધી હતી અને આજે સવારે કાફલો ફરી દિલ્‍હી તરફ કૂચ કરશે. અહીં, લોકોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે બહુ-સ્‍તરીય અવરોધો, કોંક્રિટ અવરોધો, લોખંડની ખીલીઓ અને કન્‍ટેનરની દિવાલો સ્‍થાપિત કરીને દિલ્‍હીની સરહદો પર કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

Related posts

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

ટ્રાફિક જામમાં ફસાવ તો હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકશો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ -Gen Z યુવાસેલ” ની રચના કરાશે

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો