September 27, 2026
તાજા સમાચારદેશ

મણિપુરમાં સેલ્ફીની બાબતે ફરી એકવાર હિંસા ફાટી નીકળી

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ ઘાયલ થયા છે. ચિરાચંદપુર જિલ્લામાં એસપી ઓફિસ પર બદમાશોએ હુમલો કર્યો હતો. આ પછી પોલીસે પણ કાર્યવાહી કરવી પડી હતી. મળતી માહિતી મુજબ લગભગ ૪૦૦ પ્રદર્શનકારીઓએ એસપી ઓફિસનો ઘેરાવ કર્યો હતો. તે બધા હેડ કોન્‍સ્‍ટેબલ સિયામલાલ પોલને પુનઃસ્‍થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ આખો મામલો એક સેલ્‍ફી સાથે જોડાયેલો હતો.

આ સમગ્ર મામલો સેલ્‍ફી સાથે સંબંધિત છે. ૧૪ ફેબ્રુઆરીએ હેડ કોન્‍સ્‍ટેબલનો સેલ્‍ફી વીડિયો સામે આવ્‍યો હતો જેમાં તે હથિયારધારી માણસો સાથે જોવા મળ્‍યો હતો. યેક્કી ઉગ્રવાદી હતા. આ પછી એસપીએ કાર્યવાહી કરી અને હેડ કોન્‍સ્‍ટેબલને સસ્‍પેન્‍ડ કરી દીધા. આ પછી ૧૫ ફેબ્રુઆરીએ મોડી રાત્રે લગભગ ૪૦૦ના ટોળાએ એસપી ઓફિસને ઘેરી લીધી હતી. બદમાશોએ ઓફિસ પર પથ્‍થરમારો કર્યો હતો અને આગ પણ લગાવી હતી.

રેપિડ એક્‍શન ફોર્સે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્‍યા હતા. એક ગોળી પણ ચલાવવામાં આવી હતી. આમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. એવું કહેવામાં આવ્‍યું હતું કે બંને મૃતકો એસપી ઓફિસ પર હુમલામાં સામેલ હતા.

પ્રદર્શનકારીઓએ એસપી ઓફિસની સામે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. તમને જણાવી દઈએ કે હેડ કોન્‍સ્‍ટેબલને સસ્‍પેન્‍ડ કરતી વખતે પોલીસે કહ્યું હતું કે શિસ્‍તબદ્ધ પોલીસ દળના સભ્‍ય હોવાના કારણે હેડ કોન્‍સ્‍ટેબલ પર ગંભીર ગેરવર્તણૂકનો આરોપ છે. પોલીસ સિયામલાલપોલ સામે ખાતાકીય તપાસની વિચારણા કરી રહી છે.

Related posts

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay

વેસ્‍ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર કરાઇ, ગિલ કેપટન તો રવીન્‍દ્ર જાડેજાને વાઇસ-કેપ્‍ટન જાહેર કરાયો

Ahmedabad Samay

વોટ્સએપના નવા નિયમોવાળા ફેક મેસેજથી સાવધાન

Ahmedabad Samay

શાકભાજીના ટ્રકથી લઈને તમારા ઘરઆંગણે કરિયાણા પહોંચાડતી બાઇક સુવિધાઓ થશે મોંઘી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો