August 8, 2026
Other

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો ખળભળાટ મચી શકે છે,ગુજરાતની રાજનીતિમાં શનિવારનો દિવસ ભૂકંપ લાવી દેશે. રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂતાણીઓ જોહર કરશે. ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે. ત્યારે ક્ષત્રિયાણીઓની આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ છે. અમદાવાદમાં ક્ષત્રાણીઓના જૌહરના નિર્ણય બાદ પોલીસ ક્ષત્રિય મહિલાઓના ઘરે પહોંચી છે. ક્ષત્રાણીઓના નિવેદન લેવા પોલીસની ટીમ પહોંચી છે.

હાલમાં ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ ભાઈ  રૂપાલાના નિવેદનને લઇને રાજપૂત સમાજમાં આક્રોશ વધતો જાય છે.  પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને માંફી માંગી ચૂક્યા છે પરંતુ રાજપૂત સમાજ માફ કરવા માટે તૈયાર નથી. પરષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેથી અંતે રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરવાનું નક્કી કરી લીધું છે. આવતીકાલે 7 ક્ષત્રિય મહિલાઓ કમલમ પાસે જૌહર કરશે.

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની જૌહરની ચીમકી આપી છે. ક્ષત્રિય આગેવાન ગીતાબા પરમારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે આવતી કાલે કમલમમાં જૌહર કરીશું. આવતી કાલે 7 ક્ષત્રિયાણીઓ કમલમ પર જઈને જૌહર કરશે. આજે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું. અમે બે દિવસનું અલ્ટિમેટમ પૂરું થયું , તેથી આવતીકાલે અમે જૌહર કરીશું. આવતી કાલે લગ્નનું જોડું પહેરીને જૌહર કરીશું. હસતા મોઢે જૌહર કરીએ છીએ રાજનીતિ ન કરતા. અમે ક્ષત્રિયાણીઓ આવું ન સાંભળી શકીએ. જૌહર બાદ રાજપૂતો અને પાટીદારો શાંતિ જાળવે. પાટીદાર ભાઈઓએ જૌહર ન કરવા વિનંતી કરી. બીજા કોઈ પાટીદારને ટિકિટ આપો, રૂપાલાની ટિકિટ કાપો.

રૂપાલાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતા ક્ષત્રિયો વધુ રોષે ભરાયા છે. ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. જેથી રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ ગુજરાત આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટો કાર્યક્રમ યોજાશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજશે. રૂપાલા અંગે આવતીકાલે બેઠકોનો દૌર ચાલશે. જે માટે ઉતેલિયાના યુવરાજ સાહેબ ભગીરથ સિંહને મોટી જવાબદારી અપાઈ છે. દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડવાની જવાબદારી સોંપાઈ છે. આવતીકાલે રૂપાલા વિરુદ્ધ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે. જેમાં રણનીતિ રાજકોટથી જ નક્કી કરવામાં આવશે. રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાણા પણ ગુજરાત આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટો કાર્યક્રમ યોજાશે. ગોધરામાં ક્ષત્રિય સંમેલન અને રાજકોટ આવેદન પત્ર અપાશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજશે.

Related posts

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

Ahmedabad Samay

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્‍લિન ચીટ આપી

Ahmedabad Samay

ગોવાની એક સ્‍કૂલની હિંદુ છોકરીઓને હિજાબ પહેરીને મસ્‍જિદમાં લઈ જવાનો અને તેમને વજૂ કરાવવાનો કિસ્‍સો સામે આવ્‍યો

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો