August 7, 2026
Other

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

લોકસભાની ચૂંટણી-૨૦૨૪ પહેલા જ ભારત સરકારે તેની આગામી ટર્મ માટે કરવાના કામો તરફ પગલા ભર્યા છે. આ અંતર્ગત અધિકારીઓએ એક્‍શન પ્‍લાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

આને ધ્‍યાનમાં રાખીને, કેન્‍દ્રીય કેબિનેટ સચિવ દ્વારા તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ડ્રાફ્‌ટમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંતર્ગત ૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું છે

ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભાની ચૂંટણીમાં પોતાની જીતનો વિશ્વાસ ધરાવે છે. ભગવા પાર્ટીને વિશ્વાસ છે કે નરેન્‍દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. સરકારી અધિકારીઓ પણ આ બાબતે પૂરેપૂરા આત્‍મવિશ્વાસ ધરાવે છે. દેશના ટોચના અધિકારીઓ નવી સરકાર માટે એક્‍શન પ્‍લાન બનાવવામાં વ્‍યસ્‍ત છે. જો પીએમ મોદી ત્રીજી વખત કાર્યભાર સંભાળે છે તો મંત્રાલયોની સંખ્‍યામાં ઘટાડો થવાની સંભાવના છે. હાલમાં કુલ ૫૪ મંત્રાલયો છે. આ સિવાય આગામી છ વર્ષમાં વિદેશમાં ભારતીય મિશનની સંખ્‍યામાં ૨૦ ટકાનો વધારો થવાની પણ સંભાવના છે. ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં વધુ ખાનગી રોકાણ તેમજ પ્રાધાન્‍યતા પ્રોજેક્‍ટ્‍સ માટે જમીન સંપાદન સરળ બનાવવા માટે મિકેનિઝમ વિકસાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે.

જ્‍યારે મહિલાઓની ભાગીદારી વધારીને ૫૦% કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યો છે. હાલમાં તે લગભગ ૩૭ ટકા છે, જ્‍યારે આપણે મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક સરેરાશ જોઈએ તો તે ૪૭ ટકાની આસપાસ છે. આ સાથે એવી પણ શકયતા છે કે નવી સરકારમાં મંત્રાલયોની સંખ્‍યામાં પણ ઘટાડો થઈ શકે છે. હાલમાં ભારત સરકાર હેઠળ ૫૪ મંત્રાલયો કાર્યરત છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકાર ખાનગી રોકાણની સાથે પ્રાથમિકતા પ્રોજેક્‍ટ્‍સ માટે જમીન સંપાદનની પ્રક્રિયાઓને સરળ બનાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ૬ વર્ષમાં ભારતીય મિશનની સંખ્‍યામાં પણ ૨૦ ટકાનો વધારો કરવામાં આવશે.

ભારત સરકાર લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં સતત વ્‍યસ્‍ત છે. આ માટે ઇલેક્‍ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે નવી સરકારમાં સરકાર ઈપ્રવાહનોના વેચાણ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે અને આ અંતર્ગત ઈપ્રવાહનોનો હિસ્‍સો ૭ ટકાથી વધારીને ૩૦ ટકા કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યો છે. ૨૦૩૦ સુધીમાં કોર્ટમાં પેન્‍ડીંગ કેસ કે જે હાલ પ કરોડ છે તે ઘટાડી ૧ કરોડ કરી દેવાશે.

વૈશ્વિક પડકારોને ધ્‍યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર દેશને મજબૂત બનાવવા માટે સતત કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, મોદી સરકાર ૩.૦ દેશના સંરક્ષણ ખર્ચને ૨.૪% થી વધારીને ૩% કરવા પર વિચાર કરી રહી છે. આ અંતર્ગત સરકારના સંરક્ષણ બજેટનો હિસ્‍સો ૨ ટકાથી વધારીને ૩ ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે.

Related posts

સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી

Ahmedabad Samay

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

Ahmedabad Samay

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ફ્લાવર શૉ-2024′ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો

Ahmedabad Samay

કારગિલ વિજય દિવસની ઐતિહાસિક ગાથા

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો