September 21, 2026
ગુજરાત

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં સોમા પટેલે અંગત કારણોસર પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા હોવાનું જણાવ્યું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે અહીં ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર અત્યાર સુધીની 15 ચૂંટણીઓ પૈકી 7 વખત કોંગ્રેસ ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીતી રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના સોમા પટેલને હરાવ્યા હતા. આજે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર સોમા પટેલ અગાઉ ભાજપમાં જોડાયા હતા.

સોમા પટેલ પક્ષ પલટા માટે જાણીતા છે. આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમા પટેલ અગાઉ પણ 2020માં હાથનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે પાછળથી ફરીથી સોમા પટેલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

Related posts

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો