September 22, 2026
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે,આ દરમિયાન શહેરનું તાપમાન 45 ડિગ્રીથી વધવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં 2 દિવસ સુધી વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યામાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા પોરબંદર, મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, પાટણ, ગાંધીનગર, રાજકોટ, આણંદ, સુરત, ભાવનગર, વલસાડ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ સાબરકાંઠા અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં રાત્રે પણ દિવસ જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગરમીમાં હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે ત્યારે હવે વોર્મ નાઈટના કારણે 8 વાગ્યા પછી પણ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે પણ બપોરે ફૂંકાતા ગરમ પવનોની અસર દેખાઈ રહી છે.

Related posts

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

નીતિન નબીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ એવા ગુજરાતની મુલાકાતે પધાર્યા

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો