અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં ઘણા બધા પોલીસ કર્મચારીઓ અને પી.આઇ. ફરજ બજાવી ગયા પરંતુ હવે મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવાન ના હાથમાં સોંપાઈ છે. થોડા દિવસ પહેલાજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ તરીકે દબંગ પર્સનાલિટી વાળા જે.પી.ચૌહાણ ને નિમણુંક કરવામાંઆવ્યા છે. જે.પી.ચૌહાણ મેઘાણીનગરમાં છેલ્લા બસ્ટેન્ડ પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા હતા અને અમોરજયોત સ્કૂલમાં અભ્યાસ કર્યું હતું. મેઘાણીનગરની ગલીઓમાં ફરતા જે.પી.ચૌહાણ એ તેમના પરમમિત્ર મહેન્દ્ર ના સાથ સહકાર ના કારણે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા અને આજે થોડા દિવસ પહેલાં જ તેમને મેઘાણીનગરના પી.આઇ તરીકેની કમાન સોંપવામાં આવી છે,
મેઘાણીનગરમાં આ વાતની જાણ થતા તેમના મિત્રો અને ઓળખતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,
જે શાળામાં અભ્યાસ કર્યો ધમાલ મસ્તી કરી શિક્ષણના બાબતે સહેબો દ્વારા ઠપકો ખાદો તે સ્કૂલમાં જે.પી.ચૌહાણ વિશે માલુમ થતા તેમને ઠપકો મારનાર સાહેબ દ્વારા પીઠ ઠપ ઠપાવી ને શાબાશી આપવામાં આવી અને તેજ શિક્ષકો દ્વારા શાલ ઓઠાવી સન્માન કરવામાં આવ્યું અને કલાસ બતાવવામાં આવ્યું અને કહ્યું “યાદ છે આજ ક્લાસમાં બેસી મસ્તી કરતો” જે.પી.ચૌહાણ ને પોલીસ ભરતી થવા માટે કરવામાં આવતી તૈયારીઓ જોઈને તેમના થી પ્રેરણા લઇ ઘણા બધા યુવાનો આજે પોલીસમાં જોડાયા છે. તેમને મેહનત કરતા જોતા લોકોને આજે તેમને મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન હાથમા જોતા ગૌરવ અનુભવે છે કેટલાય તો એવા વયસ્કર છે કે જેમને જે.પી.ચૌહાણ ને તેમની નજર સમક્ષ મોટો થતા જોયો છે. મેઘાણીનગરમાં જે.પી.ચૌહાણ ના નિમણુંક બાદ લોકોમાં એક આશાની કિરણ ફેલાઈ છે કે હવે મેઘાણીનગર ગુનાહિત પ્રવૃત્તિ થી સુરક્ષિત રહેશે.
પી.આઇ. જે.પી.ચૌહાણ એ યુવાનો ને સંદેશ આપતા જણાવ્યું છે કે જો કેરિયર બનાવું હોય તો સોશિયલ મીડિયા થી દુર રહેવું જોઈએ , આજ કાલ સોશિયલ મીડિયા પર દિવસ દરમિયાન ઓછામાં ઓછો ૦૪ – ૦૫ કલાક વિતાવે છે જો એજ સમય પોતાના કરિયર પાછળ લગાવે તે પણ એક સારું ભવિષ્ય બનાવી શકે છે. અમદાવાદ સમય દ્વારા દબંગ પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.પી.ચૌહાણ ની મુલાકાત લેવામાં આવી હતી