કોરોના કાળ દરમ્યાન તેને રોકવામાટે દેશ ભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું જેની અસર લાખો લોકોને થઈ હતી ઘણા બધા ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા લાખો લોકો બેરોજગાર થઇ ગયા હતા.
અનલોક થતા જન જીવનતો ધીમે ધીમે પાટા પર આવવા લાગ્યું છે પણ ધંધા બંધ થતાં લોકોમાં બેરોજગારી વધુ જોવા મળી રહ્યું છે રોજગાર ન હોવાના કારણે વધુ ઘર ચલાવવામાં વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે. મજૂર વર્ગના લોકોમાં લોકડાઉનની અસર વધુ જોવા મળી રહી છે.
તે માટે આજ રોજ કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર નિકુલસિંહ તોમર, કામિનીબેન ઝા અને ઊર્મિલાબેન પરમાર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.બેરોજગાર લોકો માટે થોડા સમયનો સહારો થઇ શકે તે પ્રકારે અનાજની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.