August 7, 2026
ગુજરાત

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

બાળકોના જન્‍મ પ્રમાણ પત્રમાં સુધારા મામલે મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. જેમાં બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણ પત્ર માટે મહત્‍વનો નિર્ણય છે. તેમાં બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર રહેશે નહીં. બાળકોના આધાર પ્રમાણે જન્‍મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્‍ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો છે. જેમાં રાજય સરકાર દ્વારા જન્‍મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્‍પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્‍મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્‍મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્‍યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્‍ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

Related posts

વિશ્વના આશરે 40 દેશોએ માત્ર અપીલ જ નહીં, પરંતુ ઉર્જા બચાવવા માટે કડક કાયદાકીય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા,AC નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Ahmedabad Samay

જૂની વીએસ હોસ્પિટલમાં ૬૦ જેટલા દર્દીઓને સારવાર માટે વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

અમદાવાદ: જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતજો, ટ્રાફિક પોલીસ બાદ હવે AMC પણ ફટકારશે દંડ

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો