May 8, 2026
ગુજરાત

સ્માર્ટમીટર વિશેની તમામ માહિતી, જાણો કેમ આવે છે વધુ બિલ

હાલમાં સ્માર્ટ મીટર અંગે ઘણી ભ્રમણાઓ ચાલી રહી છે. આવો આપણે આ બાબતે અતઃથી ઇતિ સમજીએ.

આપણે હમણાં સુધી ત્રણ પ્રકારના મીટર જોયા..

(  સાદી સમજ માટે આ ત્રણ પ્રકાર પાડ્યા છે. )

૧. મીકનીક મીટર ( જેમાં એક ચકરડું ફરતું, તેનાથી વપરાશ મપાતો – પહેલા બાઈકના કિમી માપતા તેમ ) – આને ટેમ્પર કરવું ખુબ જ સરળ હતું.

૨. ઇલેકિટ્રક મીટર ( હાલમાં આપણે ત્યાં આ મીટર લાગેલા છે ) – આ મીટરમાં બધું ડીજીટલ કરવામાં આવ્યું

૩. સ્માર્ટ મીટરઃ  જેની હાલમાં ચર્ચા ચાલી રહી છે

ઇલેકિટ્રક મીટરમાં ( ડીજીટલ ) એવી સ્માર્ટ ચીપ મૂકી દેવામાં આવી છે, જે તમારા વીજ વપરાશનો રોજે રોજનો હિસાબ રાખશે. મતલબ યુનિટની ગણતરીની પદ્ધતિ જૂની જ છે બસ થોડું સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. આ મીટરમાં એક ફીચર એ છે જેના કારણે જ વિવાદ થયો છે, તે છે કે આ પ્રી પેડ સર્વિસ છે. જેવી રીતે મોબાઈલમાં પહેલા રીચાર્જ કરવાનું પછીજ વાપરવાનું બસ આ જ રીત અહિયાં પણ લાગુ પડી છે. અહિયાં તમારે મોબાઈલમાં એક એપ્પ ડાઉનલોડ કરવાની છે. જેમાંથી રીચાજ, વપરાશ યુનિટ, બેલેન્સ, બધી જ માહિતી મેળવી શકશો. નવાઈની વાત છે કે પ્રતિ ૧૫ મીનીટે તમને અપડેટ મળશે. માટે તમે તમારો વીજ વપરાશ કંટ્રોલ કરી શકશો. મતલબ કીપેડ મોબાઈલના બદલે સ્માર્ટ મોબાઈલ.

સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થાય છે કે અમારું બીલ વધુ આવ્યું અને પૈસા કપાઈ ગયા. આ કોમ્યુનિકેશન ગેપ છે. જે દિવસે તમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવે તે તારીખ અને તમારા છેલ્લા બીલની તારીખ વચ્ચેના સમય ગાળામાં વપરાયેલ વીજનું સેટલમેન્ટ કરવું પડે. એક વિકલ્પ એવો છે કે સ્માર્ટ મીટર લાગે ત્યારે જ જુનું બીલ વસુલી લેવું, પરંતુ આમાં ગ્રાહક પાસે અચાનક સગવડ ન હોય તો? માટે તેનો વિકલ્પ એ મુકવામાં આવ્યો કે આ બાકી બીલને ૧૮૦ દિવસ (આવનારા ૦૬ મહિનામાં) માં વિભાજીત કરીને પ્રતિ દિવસ વસુલવું. જેમ કે તમારું જુનું બીલ ૧,૮૦૦ રૂપિયા બાકી હોય તો તમારા રીચાજમાંથી દરરોજ ૧૦ રૂપિયા કપાતા જાય. બસ આ છે વધુ બીલ આવવાની મુખ્ય જડ. માટે લોકોના બીલ વધારે આવ્યાની બુમો પડે છે. એક બીજી ચર્ચાએ છે કે આ લોકો અચાનક રીચાર્જ પૂરું થતા જ લાઈટ કાપી મુકે છે. જયારે રીચાર્જ પૂરું થતા કનેકશન કપાતું નથી પરંતુ વધારાના ૩૦૦ રૂપિયાના વપરાશ સુધી અને ત્યાર બાદ પણ પાંચ દિવસની છૂટ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોઈ પણ જાહેર રજાના દિવસે લાઈટ કાપવામાં આવશે નહીં. હવે જે બે ત્રણ વિડીયો વાયરલ થયા જેમાં એવો આરોપ હતો કે અમારા અચાનક ૧,૫૦૦ રૂપિયા કપાઈ ગયા. પણ તેમાં એ લોકોનું જુનું બીલ ચાલુ વપરાશ  ૩૦૦ વધારાનો વપરાશ છૂટના પાંચ દિવસનો વપરાશ આટલી રકમો હતી. માટે એ લોકોનું રીચાર્જ જલ્દી પૂરું થયું.

આ એક સ્માર્ટ મીટરની કિંમત રૂપિયા ૩,૦૦૦ થી ૫,૦૦૦ સુધી છે ( સિંગલ ફેજથી ત્રિપલ ફેજ ) એટલું જ નહીં આ મીટરને ૧૦ વર્ષ સુધી મેન્ટેન કરવું તેનો ખર્ચ ગણીએ તો એક મીટર રૂપિયા ૭,૦૦૦ થી ૧૦,૦૦૦ ની કિંમતે પડવાનું છે. પરંતુ આમાંથી એક પણ રૂપિયો ગ્રાહક પાસેથી વસુલવાનો નથી. વસુલવાની વાત તો દુર રહી આપણે પહેલા પોસ્ટ પેઈડ સર્વિસ વાપરતા એટલે ડીપોઝીટ મૂકી હતી તે પણ પછી મળશે, કારણ કે હવે આપણે એડવાન્સ ચુકવણી કરીએ છીએ. આમ ઓવરઓલ ગ્રાહકને તો પોતાનું મીટર પણ સ્માર્ટ થઇ ગયું અને એક રૂપિયાનુ પણ નુકસાન નથી.

સવાલ એ છે કે ટોટલ આ પ્રોજેકટ ૩,૦૦,૦૦૦ કરોડનો છે તો આ ખર્ચ ભોગવશે કોણ? પહેલી વાત તો આ ખર્ચ ગ્રાહકે તો આપવાનો નથી. હવે ત્રણ પક્ષ રહ્યા, સરકાર, વીજ ઉત્પાદક કંપની અને ડીસકોમ ( વીજ વિતરણ કંપની ) હાલમાં આ પ્રોજકટમાં સરકાર રોકાણ કરી રહી છે, ભવિષ્યમાં આ ખર્ચ ડીસકોમ કંપનીઓ પર જશે એવું હાલમાં લાગી રહ્યું છે કારણ કે એ લોકોએ પૈસા ઉઘરાવવાથી લઈને ઘણી માથાકૂટ ઓછી થશે ઉપરાંત હાલમાં આ વિતરણ કંપનીઓએ એવરેજ ૨૨્રુ વીજપુરવઠામાં નુકસાન થાય છે જેમાં મોટો ઘટાડો થશે, માટે ભવિષ્યમાં તો એમની પાસે વસુલ થશે. જો કે હાલમાં જે મીટર લાગી રહ્યા છે તેનું આયુષ્ય ૧૦ વર્ષનું છે તો સરકાર પહેલી વખત મદદ કરે અને બીજી વખતથી ડીસકોમ કંપનીઓ ભોગવે.

સ્માર્ટ મીટરના ફાયદાઓ..

૧. તમે તમારો રોજનો વપરાશ જોઇને મેનેજ કરી શકશો

૨. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડશે

૩. પહેલા કનેકશન કટ થયા બાદ જોડવાનો ચાર્જ થતો હવે તે નહીં થાય

૪. આવનારા સમયમાં એપ્લીકેશન અપડેટ થશે તો ઉપકરણ દીઠ વપરાશ જોઈ શકશો

૫. વીજ કંપનીઓ પાસે એડવાન્સ પૈસા જતા સુવિધાઓમાં સુધારો થશે

૬. વીજ ચોરી નહિવત થતા આગળ જતા ભાવ ઘટશે

૭. આપનું વીજ તંત્ર મજબુત થશે જેનો લાભ આખા દેશને મળશે

૮. બીલ ભરવાની લાઈનમાંથી છુટકારો

૯. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સંભાવના નહિવત

સ્માર્ટ મીટરના નુકસાન..

એક જ બાબત છે જે છે વપરાશ પહેલા ચુકવણી કરવી પડશે. બીજું કોઈ ટેકનીકલ ખામી આવે તો મુશ્કેલી પડે

તો આ હતી સ્માર્ટ મીટરની સ્માર્ટ માથાકૂટ

નોટઃ આ માહિતી ગુજરાતના દરેક લોકો સુધી પહોચાડો જેથી ભ્રમ દુર થાય.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદની છઠ પૂજા સેવા સમિતિ દ્વારા અમરાઇવાડી વિધાનસભામાં આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠ્ઠ પૂજાના છઠ્ઠા વર્ષના કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જન-જાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચૂંટણી પહેલાજ કેસરિયો રહેરાયો,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો