August 8, 2026
ગુજરાત

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ યોજાવા જઈ રહ્યો છે. જો કે આ ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી મોદી NDA ગઠબંધન વાળી સરકાર રચાઈ રહી છે.  ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની છે.
જે અંતર્ગત ગુજરાતમાંથી વર્તમાન મંત્રીને ફરી તક મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં વર્તમાન મંત્રીઓમાં અમિત શાહ,એસ જય શંકર, મનસુખ માંડવીયા અને પરસોતમ રૂપાલાને ટીમ મોદીની કેબીનેટમાં ફરી તક મળે તેવી અટકળો તેજ બની છે. જ્યારે રાજ્યસભાના સાંસદ અને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને વર્તમાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવી શકે તેવી અટકળો સેવાઈ રહી છે.

ચર્ચાઈ રહેલા નામો અંગે વાત કરીએ તો, શા માટે વર્તમાન મંત્રી ફરી તક મળે તો, તેની પાછળ ભાજપ વર્તમાન સમયમાં ભાજપના મંત્રીઓની કામગીરીના આધારે પુન: તક મળે તેવી અટકળો જોવાઈ રહી છે. જે અંતર્ગત કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને ફરી તક મળી શકે છે. કેમ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યકાળમાં ભાજપમાં મેનીફેસ્ટો મુજબ 370 કલમ ભાજપ એજન્ડા હતો. અમિત શાહ જ્યારે ગૃહમંત્રી બન્યા ત્યારે તેને નાબૂદ કરી, તેમજ 370 કલમની સાથે CAA કાયદો લાગુ કરવામાં આવ્યો. એટલું જ નહિ ભાજપ દેશમાં પ્રથમ વખત સહકાર મંત્રાલય હવાલો પણ મળ્યો હતો. તેના આધારે અમિત શાહ ફરી મોદી સરકારના મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે.

એવી જ રીતે પાટીદાર સમુદાયમાંથી આવતા બે સાંસદો ફરી મોદી મંડળમાં સ્થાન મેળવી શકે છે. જેમાં પોરબંદર બેઠક પરથી ચૂંટાયેલા ડો મનસુખ માંડવીયા અને રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા પરસોતમ રૂપાલાને તક મળે તેવી સંભાવના છે. કેમ કે કોવિડ કાર્યકાળમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે મનસુખ માંડવીયાને મોદી કેબિનેટમાં જવાબદારી મળી હતી. તે સમય ગાળામાં કોવિડ સમયે વેક્સિન માટે સતત આરોગ્ય મંત્રાલય કામગીરી અને વેક્સિન શોધ બાદ કોવિડમાં વેક્સિનનેશન કામગીરીમાં મહત્વની ભૂમિકા આધારે તક મળે તેવી શક્યતા છે. એવી જ રીતે પરસોતમ રૂપાલા પણ મોદી કેબિનેટમાં પશુપાલન અને મત્સ્ય મંત્રીની જવાબદારી મળી હતી. જેમાં મત્સ્ય મંત્રી તરીકે દરિયા કિનારી સ્વચ્છતા માટે યોગદાન રહ્યું અને સાગર માળા પ્રોજેક્ટ માટે અસરકાર કામગીરી રૂપાલાએ કરી હતી. સાથે સાથે પાકિસ્તાનમાં સપડાયેલા સેંકડો માછીમારો સ્વદેશ લાવવા માટે અસરકાર ભૂમિકાના કારણે ફરી તક આપે તો નવાઈ નહીં.

ગુજરાતના રાજ્યસભાના સાંસદને પણ મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી પણ અટકળો છે. જેમાં વર્તમાન વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. જેમાં એસ જય શંકરે વિદેશમંત્રી તરીકે વિદેશનીતિ મુજબ અસરકારક કામગીરી તેમજ વિકસિત દેશો સાથે ભારત સબંધો મજબૂત બને તેવી સરકાર કામગીરી રહી. આ ઉપરાંત યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે ભારતીય વિધાર્થીઓને સ્વદેશ લાવવા માટે અસરકાર કામગીરી રહી, કેમકે યુદ્ધ સમયે અંદાજિત 22 હજાર જેટલા વિદેશમાં સુરક્ષિત સ્વદેશ આવ્યા.

આવા જ વધુ કે રાજ્યસભાના સાંસદ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મંત્રી બને તો નવાઈ નહી. કેમ કે, રાષ્ટ્રીય અધ્યક્ષ પૂર્વે નડ્ડા કેન્દ્રીય મંત્રી હતા.હવે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નવા ચહેરાને તક મળે તો નડ્ડાને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જો નડ્ડાને મંત્રી તરીકે તક આપે તો ગુજરાતમાં સૌથી વધું મતોથી જીતેલા નવસારીનાં સાંસદ અને વર્તમાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ મંત્રી બની શકે છે. કેમકે સી આર પાટીલ સંગઠનમા સારી પકડ અને નરેન્દ્ર મોદીની નજીકના ગણાય છે.ગુજરાતમાં વિધાનસભા રેકોર્ડ બ્રેક પરિણામ અને પેજ સમિતિ ગઠન કરી આગવી છાપ ઊભી કરી છે એટલે એમને તક મળે તો નવાઈ નહીં.

આમ મોદી કેબિનેટમાં અનેક નેતાઓ નામોનું મંથન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાંથી કોને તક મળે છે અને કોણ મંત્રી મંડળમાં સમાવેશ થાય છે, તે હવે સમય સાથે જોવું જ રહ્યું.

Related posts

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો