August 23, 2026
ગુજરાત

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ શહેરના રિક્ષા ડ્રાઇવરો ‘રોજી-રોટી બચાવ આંદોલન’ કરવાના છે જેમાં રિક્ષાચાલકોની ૨૪મીના રોજ હડતાળ કરવાના છે. આ આંદોલનમાં એપ્લિકેશન થકી ચાલતા ટુ વ્હીલર બંધ કરવા ઉગ્ર માગણી કરવામાં આવી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડોની હેરાનગતિ બંધ કરવા સહિતની માગણીઓ કરવામાં આવશે. તથા નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે.

શહેરના રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. શનિવારે અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆતો કરી, આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે. આ સાથે ટેક્સી યુનિયને પણ વિવિધ માગો અંગે સ્પષ્ટતા નહીં આવે તો આ હડતાળને ટેકો આપવાની પણ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ થાય અને ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપીડો કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય તેવી અમારી માગણી છે. આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરાઈ છે. નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે. જો સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવે તો અચોક્કસ મુદત માટે રિક્ષાચાલકો ઉતરશે. આ આંદોલનમાં ટેક્સી યુનિયને ટેકો જાહેર કર્યો છે. આ આંદોલનમાં ટેક્સી યુનિયન પણ જોડાયેલ છે.

Related posts

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો