August 7, 2026
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર તા. ૨૫ જુલાઈના રોજ બપોરે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-૨૦૨૪નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨પમી જુલાઈએ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૫મી જુલાઈના રોજ સવારે ૮ થી ૧૧ દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે ૩-૩૦ કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

Related posts

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોને કારણે પોસ્ટલ બેલેટ સુવિધાનો ઉપયોગ કરીને મત આપ્યો

Ahmedabad Samay

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો