August 8, 2026
અપરાધદેશ

રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસને નુકશાન પહોંચાડવાનું ઘડાયું, મોટી જાનહાની તળી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મહિનાની અંદર ટ્રેન દુર્ઘટનાનું વધુ એક ષડયંત્ર પ્રકાશમાં આવ્‍યું છે. રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસ રેલ્‍વે લાઇન પર રાખેલા એલપીજી સિલિન્‍ડરથી ભરેલા સાથે અથડાઈ હતી. ૧૭મી ઓગસ્‍ટની રાત્રે લગભગ ૨.૩૦ વાગ્‍યે સાબરમતી એક્‍સપ્રેસના ૨૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ પણ આ અકસ્‍માતમાં ષડયંત્ર હોવાની વાત કરી હતી.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે ૮ સપ્‍ટેમ્‍બરે રાત્રે લગભગ ૮.૩૦ વાગે કાલિંદી એક્‍સપ્રેસ અનવરગંજ કાસગંજ રેલ્‍વે લાઇન પર બરાજપુર અને બિલ્‍હૌર વચ્‍ચે રેલ્‍વે ટ્રેક પર રાખવામાં આવેલા એલપીજી સિલિન્‍ડરથી ભરેલા સિલિન્‍ડર સાથે અથડાઈ હતી. લોકો પાયલટે જણાવ્‍યું કે તેણે ટ્રેક પર કોઈ શંકાસ્‍પદ વસ્‍તુ જોઈ ત્‍યાર બાદ તેણે બ્રેક લગાવી, પરંતુ તે પછી પણ તે વસ્‍તુ ટ્રેન સાથે અથડાઈ અને જોરદાર અવાજ આવ્‍યો. ડ્રાઈવરે ટ્રેન રોકી અને ગાર્ડ અને અન્‍ય લોકોને આ અંગે જાણ કરી. આ ઘટનાની તપાસ માટે એન્‍ટી ટેરરિઝમ સ્‍ક્‍વોડ (ATS) અને અન્‍ય એજન્‍સીઓની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. ATSના કાનપુર અને લખનૌ યુનિટ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા અને પુરાવા એકત્ર કર્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ અનવરગંજ સ્‍ટેશનના રેલ્‍વે સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ, આરપીએફ અને અન્‍ય રેલ્‍વે અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. જ્‍યારે સ્‍થળ પર તપાસ કરવામાં આવી તો પોલીસને ઝાડીઓમાંથી સિલિન્‍ડર, પેટ્રોલની બોટલ, માચીસ અને ગનપાઉડર જેવા ઘણા ઘાતક પદાર્થો પણ મળ્‍યા. અડધો કલાક રોકાયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. પોલીસ અને ફોરેન્‍સિક ટીમે ઘટનાસ્‍થળે આવીને તપાસ કરી હતી.

તમામ શંકાસ્‍પદ વસ્‍તુઓ તપાસ માટે મોકલવામાં આવી હતી.ઘટનાસ્‍થળે પહોંચેલા એડિશનલ કમિશનર હરીશ ચંદ્રાએ જણાવ્‍યું હતું કે જેણે પણ આ કળત્‍ય કર્યું છે તેની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવશે. હાલ તમામ મુદ્દે તપાસ ચાલી રહી છે. અમારી ફોરેન્‍સિક ટીમ પણ વિગતવાર સમીક્ષા કરી રહી છે.

Related posts

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા,જેમાં ૪ના મકાન પર બુલડોઝર ફરશે

Ahmedabad Samay

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

Ahmedabad Samay

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો