September 21, 2026
અપરાધ

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા,જેમાં ૪ના મકાન પર બુલડોઝર ફરશે

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા છે. જેમાં ૪ના મકાન પર બુલડોઝર ફરશે. હોળીના દિવસે વસ્ત્રાલમાં ૨૫થી વઘુ શખસોએ હાથમા ખુલ્લી તલવારો, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લઇને રાહદારીઓને ઉભા રાખીને તલવાર અને છરી ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી.

આ તમામ અસામાજિક તત્ત્વો આ રીતે પોતાની ધાક જમાવવા માટે આતંક મચાવતા હતાં. આ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને ચાર જેટલાં આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવશે. વસ્ત્રાલમાં આતંક મચાવાના લુખ્ખાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. બાદમાં સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અંગે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આ સિવાય ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૃ કરી છે. આ સિવાય પોલીસે છસ્ઝ્ર તમામ આરોપીના ઘરની વિગતનો રિપોર્ટ આપ્યો છે. જ્યારે અન્ય ચાર જેટલા આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે.

Related posts

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

ગાંધીનગર: ઘાસ કાપવાનું મશીન ખરીદી રૂ. 3.38 લાખના આપેલા બે ચેક રિટર્ન થતા વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએમસી (AMC) દ્વારા સિંગનલ પર ભીખ માંગતા સંગઠિત હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) નેટવર્કનો કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

રાજકોટમાં નોંધાયો વધુ એક લેન્ડ ગ્રેબીંગનો કેસ: જીતવાનું મકાન ભાજપના વોર્ડ પ્રમુખે પચાવી પાડ્યું

Ahmedabad Samay

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો