September 21, 2026
અપરાધગુજરાત

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને પોલીસ જાણે પાંગળી બની ગઈ છે. અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય એમ રખિયાલમાં બેખૌફ બનેલા લુખ્ખાઓની દાદાગીરીએ પોલીસને નિચાજોણું કર્યું છે

લુખ્ખાઓ પોલીસની કાર પાસે ઉભેલા પોલીસ કર્મચારીઓને ધમકાવી રહ્યા છે. ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને મારવાની ધમકી આપે છે. ખાખીનો કોઈ ડર ન હોય એમ લુખ્ખા પોલીસને કહી રહ્યા છે “બહોત મારુંગા સાહેબ” અને પોલીસ પણ જાણે તેમનાથી ડરતી હોય એમ કોઈપણ પ્રતિકાર કર્યા વગર મુંગા મોઢે તમાશો જુએ છે. લુખ્ખાઓ પોલીસને તેમની જ વાનમાં બેસાડી દરવાજો બંધ કરી ઘટનાસ્થળ છોડી જતા રહેવા કહે છે અને પોલીસ પણ જાણે કે તેમની વાત માનતી હોય એમ આવા લુખ્ખાઓ સામે પગલા ભરવાને બદલે ત્યાંથી જતી રહે છે. પોલીસનું આ વલણ જોતા તો લાગે છે કે પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી છે. અમદાવાદની આવી પોલીસને પાવર આપવાની જરૂર છે.

પોલીસની નિષ્ક્રિયતાનો પર્દાફાશ

લુખ્ખાની દાદાગીરી જોઇ પોલીસ જે રીતે નાસી છૂટી છે તેનાથી અનેક સવાલ ખડા થાય છે અને જનતાના મનમાં સવાલ ઉભા થાય છે કે શું અમદાવાદની પોલીસ આ રીતે પેટ્રોલિંગ કરે છે ?                                                          શું અમદાવાદની પોલીસ લુખ્ખાઓથી ડરે છે ?                  શું આ રીતે નાગરિકોની સુરક્ષા કરશે પોલીસ ?

અસામાજિક તત્વોનો ઘાતક હથિયારો સાથેનો વીડિયો સામે આવ્યા બાદ બાપુનગર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જ્યારે કે અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે રખિયાલ તેમ બાપુનગર એમ બંને પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Related posts

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો