રોમાંચક ગેમ જોનથી માંડીને હળવા યોગ સેશન, ગાઈડેડ ટુર અને પરિવાર સાથે વાનગીઓનો અનોખા અનુભવ, ‘ધ લીલા ગાંધીનગર’ ખાતે ‘ફન વીકએન્ડ’ના ભાગરૂપે વિશેષ પ્રવૃત્તિઓની લાઇન અપ પરિવારોને સાથે આવવા અને કાયમી યાદો બનાવવાની સંપૂર્ણ તક આપે છે. પરિવારો માટે આ ગોઠવણ સાથે મળીને મોજ માણવાની પરફેકટ તક બની રહેશે. હોટલે આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કર્યુ છે જેમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મતની મોજ મળી રહેશે અને માતા-પિતા બાળકોની સલામતીની ચિંતા કર્યા વગર રિલેક્સ થઈ શકશે.
આ પ્રવૃત્તિઓમાં વીકેન્ડમાં વિવિધ ઓનલાઈન અને ઓફલાઈન ગેમ્સનો સમાવેશ કરતા ડેડિકેટેડ કીડઝ ગેમીંગ ઝોનનો સમાવેશ થાય છે. શુક્રવારે પરિવારો સાઈટ્રસ અથવા આલ્ફરેસ્કો ખાતે સ્પેશ્યલ ડીનરનો અનોખો અનુભવ માણી શકશે જ્યાં ઈન્ટરએકટિવ લાઈવ સ્ટેશન્સ, લાઈવ મ્યુઝિક, શેરડીના રસ, ગોલા અને ફાલુદા કાઉન્ટર રાહ જુએ છે. શનિવાર સવારની નિષ્ણાત સંચાલિત તાજગીસભર યોગ સાથે શરૂઆત થશે, ત્યારે પૂલ ઉપર આનંદદાયક વાતાવરણ સર્જાશે. બપોર પછી પરિવારોને દાંડી કુટીર અને મહાત્મા ગાંધીના જીવન અને બોધ ઉપર આધારિત આનંદદાયક ટુર ઉપર લઈ જવામાં આવશે. હોટલે આ માટે પરિવારોને લાવવા-લઈજવાની સગવડ કરી છે. સાંજે સ્વાદિષ્ટ ભોજન લેતાં પહેલાં મહેમાનો પૂલ નજીક એક્વા ઝુમ્બા સેશનની મજા માણી શકશે.
મહેમાનો સાઈટ્રસમાં ઈન્ટરએકટિવ લાઈવ સ્ટેશન્સ, વિવિધ પીણાં, લાઈવ મ્યુઝિક અને બાળકો ગોળા, ફાલુદા કુલ્ફી અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે બ્રન્ચની મજા માણી શકશે. હોટલ લીલા ગાંધીનગરના જનરલ મેનેજર વિકાસ સૂદ જણાવે છે કે “રોમાંચક ગેમ ઝોન્સથી માંડીને રિલેક્સીંગ યોગ સેશન્સ, ગાઈડેડ ટુર તેમજ અનોખી વાનગીઓ માણવાની મજા ઉપરાંત, ફન વીકએન્ડ ટુરના હિસ્સા તરીકે વિશેષ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યુ છે,જે પરિવાર માટે લાંબા ગાળાની યાદગાર સ્મૃતિ બની રહેશે. અહીં જે પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યુ છે તે માત્ર મનોરંજક જ નહી પણ જ્ઞાનવર્ધક હોવાની સાથે સાથે હાસ્ય પ્રસરાવું અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ ગાળવાનો અનોખો અવસર બની રહેશે.”