August 7, 2026
તાજા સમાચારદુનિયા

ટેકનિકલ ખામીને કારણે સુનિતા વિલયમ્સને ૦૮ દિવસના બદલે ત્યાં નવ મહિનાથી વધુ સમય પસાર કરવો પડ્યો

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આઠ દિવસના મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ગયા હતા, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેમને ત્યાં નવ મહિનાથી વધુ સમય પસાર કરવો પડ્યો હતો. આવા સંજોગોમાં અંતરિક્ષમાં તેમના અણધાર્યા રોકાણ માટે તેમને કેટલા પૈસા મળશે તે પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે

નાસાના નિવૃત્ત અવકાશયાત્રી કેડી કોલમેનના જણાવ્યા અનુસાર, અવકાશયાત્રીઓને ઓવરટાઇમ પગાર મળતો નથી. તેઓ સંઘીય કર્મચારીઓ હોવાથી, અવકાશમાં વિતાવેલા સમયને સામાન્ય સરકારી મુસાફરીની જેમ ગણવામાં આવે છે. આ સમય દરમિયાન, તેઓ નિયમિત પગાર મેળવતા રહે છે અને નાસા તેમનો જીવન ખર્ચ ઉઠાવે છે. જો કે, તેમને દૈનિક ભથ્થું પણ મળે છે, જે આશરે રૂ. 347 પ્રતિ દિવસ છે.

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર GS-15 પે ગ્રેડમાં આવે છે. ફેડરલ કર્મચારીઓ માટે આ ઉચ્ચતમ સ્તર છે. આ ગ્રેડના કર્મચારીઓને 1.08 કરોડથી 1.41 કરોડ રૂપિયાની વચ્ચે વાર્ષિક પગાર મળે છે. ISS પર 9 મહિનાના રોકાણ માટે, તેને 81 લાખથી 1.05 કરોડ રૂપિયાની વચ્ચે અંદાજિત પગાર મળશે.

યુએસ સ્પેસ એજન્સી નાસા કહે છે કે અવકાશયાત્રીઓ વાસ્તવમાં “અસહાય” નથી કારણ કે તેઓ ISS પર કામ કરી રહ્યા છે. તેમ છતાં તેની વાપસીની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન દ્વારા 19 માર્ચ પહેલા પૃથ્વી પર પાછા ફરે તેવી અપેક્ષા છે. આ માટે કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ચાર નવા ક્રૂ મેમ્બર પણ હાજર છે.

Related posts

ભારતીય મહિલા અંડર-૧૯ ટીમે ઈતિહાસ રચી નાખ્‍યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી૨૦ વર્લ્‍ડકપનો ખિતાબ જીત્‍યો

Ahmedabad Samay

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

Ahmedabad Samay

હવે WhatsAppથી જ બુક કરાવી શકશો RedBusની ટિકિટ, આ છે સંપૂર્ણ પ્રક્રિયા

Ahmedabad Samay

રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો

Ahmedabad Samay

દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટેસ્ટ મેચને લઈને ધમકી આપનાર આખરે મધ્યપ્રદેશથી ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો