August 14, 2026
અપરાધગુજરાત

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. તેમાં વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ અંતર્ગત આરોપી ઇમરાન શેખ તેમજ મોશીન શેખ સામે ગુનો નોંધાયો હતો

સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. તેમજ બન્ને આરોપીઓને રૂપિયા 1 લાખ દંડ અને દંડ ન ભરે તો છ માસની સજા ફટકારવામાં આવી છે.

અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌ માતાની હત્યા કરનારાઓને કડક સજા થઈ રહી છે. ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી. ગુનેગારોને પકડી તેમની પાછળ પડી સજા અપાવવાનું કામ સરકાર અને પોલીસનું છે.

ગૌહત્યારાઓને સજા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઉભા છીએ. અમદાવાદની કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપ્યો છે. ‘ખાલી ગૌ હત્યારાને પકડતા નથી, સજા સુધી લડીએ છીએ’ ઈમરાન શેખ, મોશિનને 7 વર્ષની સજા.

ગૌહત્યા અને ગાયની તસ્કરીના કેસમાં વારંવાર ઝડપાતા ગુનેગારો સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (મકોકા) લાગુ કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું . અહિલ્યા નગરમાં અતીક કુરેશી નામનો ગુનેગાર ગાય તસ્કરીના 20 કેસમાં સંડોવાયેલો હોવાનો મુદ્દો ઉઠયો હતો. તે સંદર્ભમાં ચર્ચાનો જવાબ આપતા સીએમએ આ ખાતરી આપી હતી.

બીજી તરફ ગૃહ રાજયમંત્રીએ પત્રકારો  સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે આખા દેશમાં ગુજરાત રાજય એવું છે આ ગોૈ- વંશ સંવર્ધનનો કાયદો લાવ્‍યા છીએ

Related posts

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

અમદાવાદથી ટ્રેનમાં સફર કરવા પહેલા એક વાર જરૂર વાંચી જજો, કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે

Ahmedabad Samay

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

રાહુલ ગાંધીની અટકાયતના વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ અને સભ્યોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરાઇ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં રાજધાની એક્સપ્રેસ જેવું સુપરફાસ્ટ કામનું નામ કાઉન્સિલર રાજેન્દ્ર સોલંકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો