August 7, 2026
ગુજરાત

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, આગાહી મુજબ નર્મદા અને તાપી જિલ્લામાં ક્યાક છૂટાછવાયા વાદળો અને હળવો વરસાદ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે,  હવામાનમાં ફેરફાર થઈ શકે એવી શક્યતા છે. જેને લીધે ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થઈ શકે છે. આગામી 3 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં માવઠા થઈ શકે છે. આ ઉપરાંત આગામી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી 10 એપ્રિલથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં 43થી 44 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 42 ડિગ્રી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 40થી 42 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 40થી ડિગ્રી થઈ શકે છે. 14 એપ્રિલથી 26 એપ્રિલ સુધી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું પણ આવી શકે છે. જેથી ગરમી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છએ. આમ આગામી 10થી 16 મે સુધી 46 ડિગ્રી ગરમી પડી શકે છે. આ ઉપરાંત આગામી 25 મેથી 5 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં વહેલું ચોમાસું પણ શરૂ થઈ શકે છે.

Related posts

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી ઘટવા સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

Ahmedabad Samay

૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજીસ શરૂ કરવાનો નિર્ણંય મોકૂફ

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો