August 7, 2026
ગુજરાત

ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્‍ટર સ્‍મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે થયું અવસાન

ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્‍ટર સ્‍મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે અવસાન થયું છે. તેઓનું નામ ગુજરાતી પત્રકારત્‍વનાં સંચાલક મંડળમાં ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. ગુજરાત સમાચાર સાથે જોડાયેલાં સ્‍મૃતિ શાહ તેમની અદભૂત નિર્ણયક્ષમતા અને મેનેજમેન્‍ટ કુશળતાને કારણે જાણીતાં બન્‍યાં હતાં. ગુજરાત સમાચાર દ્વારા મહિલા સાપ્તાહિક ‘‘શ્રી”શરૂ કરીને જાણે સ્‍મૃતિબહેને ગુજરાતી લેખિકાઓને નવી દિશા અને પ્‍લેટફોર્મ પૂરું પાડ્‍યું હતું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહનાં ધર્મપત્‍ની તરીકે પણ તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી.

ગઇકાલે સાંજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી અખબારી સંચાલકોમાં એક નારી તરીકે તેઓએ ઉજ્જવળ કામગીરી બજાવી છે. તે હંમેશને માટે યાદ રાખવામાં આવશે. સ્‍મૃતિબહેને સતત ગુજરાત સમાચારના મેનેજમેન્‍ટમાં ભાગ લઈ વ્‍યવસ્‍થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્‍મસુઝથી વિકસાવી હતી. આ સાથે જ તેઓએ નવી પેઢીનાં પત્રકારોનાં ઘડતરમાં બહુ જ અમૂલ્‍ય ફાળો આપ્‍યો છે.

Related posts

નરોડામાં એકજ ફેટમાં ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો