રાહુલ ગાંધી માનહાની કેસ મામલે આજે ફરી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં સેકન્ડ સિટિંગમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. શનિવારે અગાઉ 4 કલાક સુધી ચાલી હતી દલીલો ચાલી હતી ત્યારે વધુ સુનાવણી આજે મંગળવાર પર મુકરર કરાઈ હતી.
- રાહુલ ગાંધી માનહાની કેસ મામલે આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી
- હાઈકોર્ટમાં સેકન્ડ સિટિંગમાં સુનાવણી હાથ ધરાશે
- શનિવારે અગાઉ 4 કલાક સુધી ચાલી હતી દલીલો
- રાહુલ ગાંધી દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદને પડકારાયો છે
સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટ દ્વારા પણ નીચલી કોર્ટનો ચૂકાદો અનામત રાખવામાં આવ્યો હતો. હવે આ ચુકાદાને હાઈકેોર્ટમાં પડકારવામાં આવ્યો છે ત્યાકે આજે મંગળવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાહુલ ગાંધી દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદને પડકારવામાં આવ્યો હતો. મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. રાહુલ ગાંધી વતી હાઈકોર્ટમાં તઅભિષેક મનુ સિંધવી દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમણે જવાબ રજૂ કરાયો હતો અગાઉ દલીલમાં તેમણે કહ્યું કે, આ ગંભીર ગુનો નથી કે સજાની માફી ન આપી શકાય. રાહુલ ગાંધી સામે રાજકિય કિન્નાખોરી રાખીને ફરિયાદ કરવામાં આવી છે. તેમ તેમણે દલીલ કરતા રાહુલ ગાંધી વતી પોતાનો જવાબ રજૂ કર્યો હતો. અનેક સાંસદો ધારાસભ્યો સામે આનાથી પણ વધુ ગંભીર ગુનાઓ છે. તેમ પણ તેમણે દલીલ કરતા કોર્ટમાં આ વાત મૂકી હતી.