September 22, 2026
ગુજરાત

અંબાલાલ પટેલે પણ તોફાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૨૨ એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે,  રાજ્યમાં કેટલાક જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. તેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગમાં પણ ધૂળની ડમરીઓ ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં આવતીકાલે બપોર પછી ધૂળની ડમરીઓ ઉડશે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ગરમીમાં આગામી સમયમાં ઘટાડો જોવા મળશે. એપ્રિલમાં ગરમી વધવી જોઈએ, પરંતુ તેના બદલે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે. તારીખ 22 બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તારીખ 26 બાદ પણ રાજ્યમાં ભાગોમાં ગરમી વધશે. આ દિવસોમાં રાજ્યના અમુક ભાગોમાં 40 ડિગ્રીથી ઉપર પારો જઈ શકે છે.

આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ જોવા મળશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ત્યા સુધી ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. રાજ્યના ભાગોમાં પણ 25થી 40 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહી શકે છે. આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. ચોમાસા પૂર્વે પણ સખત પવનના તોફાનો રહેવાની શક્યતા છે

Related posts

બજરંગ દળ હિંદની અમદાવાદના અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો