September 22, 2026
અપરાધ

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી, દવાઓનું ક્લિનિકલ રિસર્ચનું કૌભાંડ પકડાયું

શહેરમાં વધુ એક હોસ્પિટલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.  અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 8 ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વી.એસ. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાઓનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. આ અંગે થોડા સમય પહેલાં ફરિયાદ મળ્યા બાદ સમગ્ર મામલાની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ. મનિષ પટેલ હોવાનું કહેવાય છે, જે ફાર્મેકોલોજિસ્ટ દેવાંગ રાણાના કહેવાથી આ સમગ્ર કૌભાંડને અંજામ આપી રહ્યો હતો.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાઓનો દર્દીઓ પર પ્રયોગ કરી, તેના બદલામાં લાખો રૂપિયા લઈને રિસર્ચનો રિપોર્ટ કંપનીઓને આપવામાં આવતો હતો. આ કૌભાંડમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, તબીબોએ એક જ ટેસ્ટ માટે રૂપિયા 32 લાખ જેટલી રકમ મેળવી હતી. રિસર્ચના બદલામાં મળતા નાણાં તબીબોના પરિવારજનો અને સબંધીઓના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા, જેથી આ ગેરરીતિ પકડાઈ ન શકે. આ ઉપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ કૌભાંડમાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને ડીન પણ સામેલ હોઈ શકે છે.

હાલમાં આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલ અને તેના મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા થયા છે. જો આ કૌભાંડની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો એક મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે,

આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આરોપસર નીચેના 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે:
* ડૉ. યાત્રી પટેલ (સાયકિયાટ્રિસ્ટ)
* ડૉ. ધૈવત શુક્લ (સ્કિન સ્પેશિયાલિસ્ટ)
* ડૉ. રોહન શાહ (ENT)
* ડૉ. કૃણાલ સથવારા (સર્જિકલ)
* ડૉ. શાલીન શાહ (ડાયાબિટિસ સ્પેશિયાલિસ્ટ)
* ડૉ. દર્શિલ શાહ (યુરોલોજિસ્ટ)
* ડૉ. કંદર્પ શાહ (કાર્ડિયોલોજિસ્ટ)

ક્લિનિકલ ટ્રાયલ શું છે?
ક્લિનિકલ ટ્રાયલ એ ફાર્મા કંપનીઓ દ્વારા નવી દવા શોધવા માટે કરવામાં આવતું રિસર્ચ છે. આ રિસર્ચમાં સફળતા મળ્યા બાદ દવાને પ્રાણીઓ પર ચકાસવામાં આવે છે. ત્યારબાદ મેડિકલ કાઉન્સિલની મંજૂરી મળ્યા પછી માણસો પર તેનું પરીક્ષણ કરવામાં આવે છે.

આ માટે દવાઓ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓને દવા આપવામાં આવે છે અને તેના રિપોર્ટ નોંધવામાં આવે છે. આ રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે અને અંતે કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન શરૂ થાય છે.

Related posts

NEET પેપર લીક કરનાર દોષિત ઠરનારાઓ માટે ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ૩ વર્ષની દીકરી પર થયેલ બળાત્કારના પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

NEET પેપર લીક મામલે દેશભરમાંથી અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોલીસ સમક્ષ કર્યુ આત્મસમર્પણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો