અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસ પ્રશાસન ફક્ત નામ માત્ર હોય તેવું લાગી રહ્યું છે કારણકે સાબરમતી વિસ્તારમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે તેમની ઈચ્છા હોય ત્યાં પોતાના અડ્ડા ચલાવી રહ્યા છે.
સાબરમતી વિસ્તારમાં બાબુ દાઢી નામના બુટલેગર થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બાબુ દાઢી સાબરમતી વિસ્તારમાં પોતાનો એટલો ખોફ જમાવી બેઠો છે કે તે ખુલ્લે આમ દેશી,વિદેશી અને સટ્ટા બજાર બિન્દાસ્ત પણે ચલાવી રહ્યો છે. બાબુ દાઢી અને તેના સાગરીતો દ્વારા સાબરમતીના નાના મોટા સ્થાને ખુલ્લેઆમ દારૂનો વેપાર અને સટ્ટા બજારી કરી રહ્યા છે . અહીંના સ્થાનીય લોકો દ્વારા પોલીસને નામ અને સ્થળ સાથે ફરિયાદ કરવામાં આવી જે ક્યાં કોણ અને કેવી રીતે અડ્ડા ચલાવી રહ્યા છે જણાવ્યા હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી
રહી છે.
સ્થાનિકો અનુસાર સાબરમતી જવાહર ચોક ગુરુદ્વારા ની પાછળ રબારી વસાહત સામે વિપુલ પાન પાલ઼ઁર ગલલા ની બાજુ મા,જય અંબે ઈડલી વડા ની લારી ની બાજુ મા ચકલી પોપટ સટ્ટો,બાબુ દાઢી. ગુગો. વિશાલ. મગન રબારી. ચેતન ચાવડા દ્વારા આ તમામ જગ્યાએ સટ્ટો ચલાવવામાં આવે છે.
એટલુંજ બાબુ દાઢી કહે છે કે સાબરમતી પોલીસ સ્ટેશન ની હદ મા મારા સિવાય બીજું કોઈ સટ્ટો કે ધંધો નહિ કરવા દઈશ, પોલીસ ને પણ સ્થાનિકોએ ઘણીવાર રજુઆત કરી, ફરિયાદ કરી છતાંય કોઈ ઉકેલ આવતો નથી પી.સી.બી, ઝોન સ્કોવોડ અને ગાંધીનગર થી પણ અહીં છાપા મારવામાં આવ્યા હોવા છતાં આ અડ્ડાઓ વહીવટદારો અને પોલીસની રહેમ રાહે ધમધમી રહ્યા છે.
સાબરમતી વિસ્તારના રહેવાસીઓ પોતાને અસુરક્ષિત માની રહ્યા છે પોલીસ પાસે મદદ માંગી રહ્યા છે પરંતુ બાબુદાઢી અને તેના સાગરીતોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે, હવે મદદ માટે ક્યાં જવું એ સ્થાનિકોને સમજાતું નથી