September 21, 2026
ગુજરાતઅપરાધ

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં ભૂરાભાઇ પરિહારને  અસામાજિક તત્વોએ  અંગત અદાવતની દાજમા રાખી પરિહરને એકલા જોતા ઘાતકીય હથિયાર વડે હુમલો કરી જાનથી મારવાનો પ્રયાસ કર્યો, આ અંગે વધુ માહિતી આપતા ભૂરાભાઇ પરિહારજીએ જમાવ્યું કે

ચમનપુરા ખાતે મારા ઓડર પુરો કરી મારા ઘર તરફ આવતો હતો અને મારી સાથે મારો મજુર તુલસી રામ વીરસિંગ સિકરવાર રહે , ડો – ગાંધીની ચાલી ચમનપુરા નાનો હતો અને રાત્રીના આશરે દશેક વાગ્યાની આસપાસ હુ ઘંટી બસ સ્ટેંડ ખાતે ઉભેલ હતો તે વખતે સંજય શ્યામસુંદર શર્મા તથા તેનો ભાઇ વિજય શ્યામ સુંદર શર્મા તથા બંટી મહેંદ્રભાઇ શર્મા તથા ચેતન મહેંદ્રભાઇ શર્મા તમામ રહે , ડો – ગાંધીની ચાલી ચમનપુરા મેઘાણીનગર ખાતે મારે સંજય સાથે સન ૨૦૧૭ મા થયેલ ઝઘડાની અદાવત રાખી ઝઘડો તકરાર કરી મને જેમ ફાવે તેમ ગંદી બિભસ્ત ગાળો બોલવા લાગેલ જેથી મેં તેમને આમ ગાળો બોલવાની ના કહેતા તેઓ એકદમથી મારા પર ગુસ્સે થઇ ગયેલ અને મને શરીરે ગડદાપાટુનો માર મારવા લાગેલ અને આ વખતે વિજય શ્યામ સુંદર શર્મા ક્યાકથી ચપ્પુ લઈ આવેલ અને મને માથા ભાગે ત્રણ ઘા મારી દીધેલ અને મને લોહી નિકળવા લાગેલ અને આ વખતે આ સંજય શ્યામ સુંદર શર્મા કયાકથી લાકડી લઈ આવેલ મને શી લાકડીનો માર મારવા લાગેલ અને આ વખતે સંજય દોડી કંયાકથી તલવાર લઈ આવેલ અને મને માથાના ભાગે એક ઘા મારી દિધેલ અને બંટી તથા ચેતન મને પકડી રાખેલ અને અ વખતે મારો મજૂર તુલશી બચાવવા વચ્ચે પડતા બુમાબુમ કરતા આ ચારે જણા ત્યાથી ભાગી ગયેલ અને ત્યારબાદ મને ઇજા થયેલ હોય હુ નિચે પડી ગયેલ.

ત્યારબાદ આ ચારે જણા ત્યાથી ભાગી ગયેલ અને દશેક મિનિટ બાદ રીશી મહેંદ્ર ત્યાં આવેલ અને તે પણ આ ચાર જણા નુ ઉપરાણુ લઈ મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને આ વખતે આજુબાજુના લોકો ત્યા આવી જતા આ રીશી ૫ણ ત્યાથી ભાગી ગયેલ અને આ ઝઘડા દરમયાન મારી અઢી તોલાની સોનાની ચઇન જેની કિ.રૂ ૮૦૦૦૦ / – ના મતાની ગણી શકાય તે ઝૂંટવી અને બે ફોન તુટી જતા ૨૦૦૦ / – ના મતાનુ નુકશાન થયેલ હતુ અને ત્યારબાદ મારા પરીવારના સભ્યો ત્યા આવતા ૧૦૮ માર્ફતે મને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા.

ભૂરાભાઇ પરિહાર દ્વારા મેઘાણીનગર પોલીસ પાસે મદદની ગુહાર લગાવી છે અને તેમને યોગ્ય ન્યાય મળે અને ગુનેહગારોને કડકમા કડક સજા થાય તેવી આશા વ્યક્ત કરી છે.

Related posts

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

મહાનગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો રહેરાયો

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા ૩૦ જુલાઈ સુધી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો